ઉનામાં ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો, હજુ 13 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે
ગીર સોમનાથ: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે…
ADVERTISEMENT
ગીર સોમનાથ: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો થયો છે. આ મામલે કાજલ હિન્દુસ્તાનીની તાજેતરમાં ધરપકડ બાજ આજે ઉના સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસાનીના જામીન માટે અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેનો ચૂકાદો કોર્ટે આગામી 13મી તારીખ સુધી અનામત રાખ્યો છે. એવામાં કાજલ હિન્દુસ્તાનીને 13 એપ્રિલ સુધી જૂનાગઢની જેલમાં જ રહેવું પડશે. ભડકાઉ ભાષણ મામલે કાજલ અગ્રવાલ વિરુદ્ધ IPCની કલમ 153 A, 295 A અને 505 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
શું હતો મામલો?
કાજલ હિન્દુસ્તાની પર ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર નિવેદન કરતા ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીએ તેના ભાષણ બાદ ઉના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કુંભારવાડામાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. ઘટનાને પહલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.
કાજલ હિન્દુસ્તાની કોણ છે?
કાજલ હિન્દુસ્તાનીનું આખું નામ કાજલ સિંગલા છે અને તે જામનગરની રહેવાસી છે. તેણે પોતાની અટક બદલીને હિન્દુસ્તાની કરી નાખી છે. રિપોર્ટ મુજબ, તે રાષ્ટ્રવાદી છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફોલોઅર્સની સંખ્યામાં હજારોમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT