કાજલ હિન્દુસ્તાનીએ કર્યું ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કહ્યું, બાબાજીના આશીર્વાદની મારે પણ જરૂર

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા જ ગુજરાતમાં વિવાદનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો આ દરમિયાન ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અલગ અલગ સમાજના સભ્યો દ્વારા રાજકોટમાં યોજાનાર બાગેશ્વર બાબાના કાર્યક્રમને સમર્થન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુરૂવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેજાબી વક્તા એવા કાજલ હિંદુસ્તાનીએ રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ સાથે બેઠક કરી હતી હતી અને તેમને સમર્થન આપ્યું હતું.

રાજકોટની બેઠક દરમિયાન જ કાજલ હિન્દુસ્તાનીએ પોતાનું તેજાબી વ્યક્તવ્ય રજૂ કર્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોતી હતી કે, અમારા ગુજરાતમાં ક્યારે બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન થાય. અમારા સૌરાષ્ટ્રમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થઈ રહ્યું છે. જેના કારણે જાહેર જનતામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે અમે પણ તેમના આશીર્વાદ લેવા માંગીએ છીએ કારણ કે, મારી પાછળ પણ કેટલીક અસુરી તાકતો લાગેલી છે. જેના કારણે બાગેશ્વર બાબાજીના આશીર્વાદની મારે પણ જરૂર છે. જ્યારે રાજકોટમાં કાર્યક્રમનું આયોજન કરનાર તમામ લોકોનું પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમને પણ ખૂબ જ સરસ આયોજન કર્યું છે.

વિરોધીઓને અસૂરો સાથે સરખાવ્યા
હિન્દુત્વનું કાર્ય કરે ત્યારે મને એવું લાગે છે કે સનાતન સમાજને એક થઈને તેને સમર્થન કરવું જોઈએ. બાગેશ્વર ધામ સરકાર પણ હિન્દુત્વનું જ કામ કરી રહી છે. અમારું પણ કર્તવ્ય બને છે કે અમારે તેમને સપોર્ટ કરવો જોઈએ જેના કારણે જ અમે તમામ લોકો અહીંયા ભેગા થયા છીએ. એ લોકોનું કામ જ વિરોધ કરવાનું છે. જ્યારે અસુરોનું જે કામ છે કે, ઋષિઓ દ્વારા કરવામાં આવેલું યજ્ઞ સફળ ન થાય ત્યારે તે લોકો તેનું કામ કરી રહ્યા છે. જ્યારે અમે અમારું કામ નિરંતર રીતે ચાલુ રાખીશું.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT