રૂપાણી જાય છેની આગાહી કરનારા જ્યોતિષે હાર્દિક, ગોપાલ, અલ્પેશ, જીગ્નેશ અંગે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા પછી આપણે ઘણા બધા એક્ઝિટ પોલ્સ જોયા, જોકે ચાલો હવે એક નજર જ્યોતિષ શાસ્ત્ર પર પણ કરી લઈએ. જ્યોતિશ શાસ્ત્ર મુજબ આગામી ચૂંટણીમાં શું પરિણામ છે તે જાણવું અવશ્ય રસપ્રદ છે અને આપને હમણાં જ અમે તે અંગેની જાણકારી આપી છે. હાલ આપણે જોઈએ યુવા નેતાઓ તરીકે જાણિતા ચહેરા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીના ભવિષ્ય અંગે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયા દ્વારા શું કહેવાયું તે પણ આપણે જાણીએ તે પહેલા આપને જણાવી દઈએ કે આ એ જ જ્યોતિષાચાર્ય છે જેમણે ગુજરાતમાં વિજય રુપાણી 5 વર્ષ સરકારના પુર્ણ નહીં કરે તેવી આગાહી કરી હતી. ઉપરાંત પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર જાય છે તેની પણ ધારણા તેમણે જાહેર કરી હતી અને તે સચોટ નીવડી હતી.

નેતાઓ શુકન અપશુકનમાં કેમ માને છે?
આપણે ત્યાં લોકો જ નહીં પણ આપણા પ્રધાનમંત્રીથી માંડી લગભગ દરેક નેતા શુકન અપશુકનમાં ઘણું માને છે. ચોઘડિયા જોયા વગર ફોર્મ પણ ભરતા નથી તેવા પણ નેતાઓ છે. અહીં સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અન્ય નેતાઓની જેમ તેઓ પણ મુખ્યમંત્રીના શાહી ઘર એવા બંગલા નં 1માં રહ્યા ન હતા, તેના બદલે તેઓ બંગલા નં. 26માં જ રહ્યા હતા. કારણ કે તેવી માનતા છે કે જે 1 નંબરના બંગલામાં રહ્યા તે મુખ્યમંત્રીઓની સત્તા ગઈ છે. જોકે તેવા તો ઘણા ઉદાહરણો છે પરંતુ હાલ આપણે આગામી ચૂંટણીમાં જ્યોતિશ શાસ્ત્રના એક્ઝિટ પોલ જીગ્નેશ, હાર્દિક અને અલ્પેશના ભાવી અંગે શું કહે છે તે જાણીએ.

યુવા નેતાઓનું રાજકીય ભાવી?
જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાનું કહેવું છે કે, કોંગ્રેસની કુંડળી તો હાલ જોર કરી રહી નથી પરંતુ જાન્યુઆરી 2022 પછી કોંગ્રેસના યોગ વધુ સારા થશે. જોકે ત્યાં સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો તો જાહેર પણ થઈ જવાના છે તો પછી તેનો મતલબ હાલ એવો નિકળે કે કોંગ્રેસ સરકાર બનાવી રહી નથી. બીજી બાજુ તેમનું કહેવું છે કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા પછી ભાજપ માટે મુશ્કેલીઓમાં મુકાવું પડે તેવી સ્થિતિ છે અંદરો અંદર નારાજગીથી માંડીને બીજું ઘણું સહન કરવાનું આવશે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલની વાત કરીએ તો આ ડિસેમ્બર પછી મહાદશા બદલાય છે, 2023ની સ્થિતિમાં તેમની કામકાજમાં સુધારો થાય પરંતુ હાલ તેમની મહાદશા ચાલી રહી છે. હાર્દિક પટેલને રાજકીય બાબતોમાં 2023માં મજબૂતાઈ મળે પરંતુ હાલ તેમને અસંતોષ અને ખટપટના ભોગ તેમને બનવું પડે. તેમના અંગત પ્રશ્નોનું સમાધાન આયોજનબદ્ધ રીતે થઈ શકશે ખરું.

ADVERTISEMENT

મેવાણી, અલ્પેશ, ગોપાલના નસીબ જોરમાં
જીગ્નેશ મેવાણીને રાજકારણમાં નાના મોટા ઉતાર ચઢાવ જોવા મળે પરંતુ સ્થિરતા વધારે જોવા મળી રહે છે. આ બાજુ અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો રાજકીય બાબતોમાં ઉતાર ચઢાવ વધારે છે. નવા સમીકરણો અને નવા વળાંક સામે આવી જાય તેવું થશે. રાજકીય બાબતમાં તેમનું છતા પણ અસ્તિત્વ રહેશે જ તેવું દેખાઈ રહ્યું છે. માત્ર આ ત્રણ જ નહીં પણ યુવા વર્ગ માટે રાજકીય બાબતો આશાસ્પદ છે તેવું કહી શકાય. સાથે જ ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરિયા અને મનોજ સોરઠિયાની તારીખોના આધારે રાશી કુંડળીના પ્રમાણે ગણિતમાં તેમનું રાજકીય ભાવી ખુબ સારું છે. ઉતાર ચઢાવ તો આવતા રહેવાના પરંતુ તેઓ આગળ વધે તેવું લાગે છે. ગોપાલ ઈટાલિયાની ગણતરીમાં અનુભવનો ઉમેરો થતા થતા તે કાર્યો કરતા રહેશે. તેમની ગાડી ધીમે ધીમે પણ સારી રીતે આગળ વધશે. અન્ય બેની વાત કરીએ તો તે મહદ ધીમે પણ આગળ વધશે. આપના ગુજરાત સાથેના ગ્રહ યોગમાં તેની મહાદશા ચાલે છે તેમાં યુવા વર્ગના નેતાઓ અને મહિલા વર્ગના નેતાઓ આશાસ્પદ સાબિત થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT