વિકાસની માત્ર વાતો જ કરો છો, ખેડૂતો માટે કંઇક નક્કર જાહેરાત તો કરો: કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ આક્રમક મુડમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આક્રમક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે જણાવ્યું કે, વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવા માટે વચન આપ્યું હતું. જો કે તે હજી સુધી પુરૂ નથી કર્યું. માત્ર મોટી મોટી જાહેરાતો થઇ પરંતુ સાચા અર્થમાં ખેડૂત આગળ વધવાને બદલે વધારે પાછો ધકેલાયો છે. ખેડૂતનું હવે વધારે શોષણ થઇ રહ્યું છે.

ખેડૂતની આવક ડબલ નહી અને છે એટલી પણ ન રહેવા દીધી
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂત તો દેવામાં ડુબેલો છે. આત્મહત્યા કરવા માટે મજબુર બન્યો છે. ખેડૂતોની દેવા માફી અંગે ક્યારે જાહેરાત કરશો. આજે ગુજરાતમાં જેટલા પણ સરકારી વિભાગો છે તમામ આંદોલન કરી રહ્યા છે. નાગરિકો પરેશાન છે. સરકાર કયા મોઢે વિકાસની અને ડબલ એન્જિન સરકારની વાતો કરે છે. ગુજરાતમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ કરશો કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ.

ઇ સ્કુટીઓ લઇને ફરવાથી આવક બમણી નહી થાય
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે નડ્ડાએ ગાંધીનગરના નભોઇ ખાતે ખેડૂત પંચાયત કાર્યક્રમમાં ઇ બાઇક્સને લીલી ઝંડી આપી હતી. આ ઇ બાઇક દરેક ગામડે જઇને ખેડૂતોને રિન્યુએબલ એનર્જી સહિતના મુદ્દે જાગૃત કરવામાં આવશે. જો કે અમિત ચાવડાએ કહ્યું કે, ઇ બાઇક્સ લઇને ફરવાથી ખેડૂતોની આવક બમણી નથી થઇ જવાની. ભાજપે હવે નક્કર જાહેરાત કરવી પડશે. માત્ર ખેડૂતોને આંબા આંબલી દેખાડ્યે નહી ચાલે. સરકારે ખેડૂતોને અનેનાગરિકોને ખુબ જ છેતર્યા છે પરંતુ ગુજરાતની જનતા આ વખતે કંટાળી ચુકી છે. 125 થી વધારે સીટ સાથે કોંગ્રેસ સરકાર આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT