આ શખ્સોના હાથમાં હતું Junior Clerk Exam પહેલા પેપર, જાણો તમામના નામ અને કાંડ

ADVERTISEMENT

ગુજરાતમાં પેપર ફૂટી જવું, ભરતીમાં કૌભાંડ વગેરે એક સિલસિલા બંધ રીતે સતત બનતી ઘટનાઓ બની ગઈ હતી.
ગુજરાતમાં પેપર ફૂટી જવું, ભરતીમાં કૌભાંડ વગેરે એક સિલસિલા બંધ રીતે સતત બનતી ઘટનાઓ બની ગઈ હતી.
social share
google news
ગાંધીનગરઃ ગુજરાતમાં પેપર ફૂટી જવું, ભરતીમાં કૌભાંડ વગેરે એક સિલસિલા બંધ રીતે સતત બનતી ઘટનાઓ બની ગઈ હતી. હાલમાં જ જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યું ત્યારે જે રીતે લોકો નારાજ થયા, જે રીતે દુખી થયા તે જોઈને સરકાર અને સરકારી બાબુઓના પગ થથર્યા અને નવો કાયદો આવ્યો તથા ગુજરાત એટીએસ દ્વારા આ ઘટનામાં કડકાઈથી કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી. એટીએસએ અગાઉ પણ વિવિધ કાર્યવાહીઓ કરી આ ઘટનામાં 15ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આજે પણ વધુ 30ની ધરપકડ કરવામાં આવી છે. તો આ સમગ્ર કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું હતું. તથા હૈદરાબાદના એ પ્રેસમાંથી એવો કોણ હતો જેના હાથમાંથી પેપર એક પછી એક એવા કોના કોના હાથમાં આવીને ગુજરાતમાં પહોંચ્યું તે તમામ વિગતો અંગે આપણે જાણીશું.
તમારા ભવિષ્ય સાથે એક માણસની લાલચે કેવી રમત કરી?
ગત 29 જાન્યુઆરીનો દિવસ કદાચ આપણને યાદ નહીં હોય પણ ધ્રુસ્કે ધ્રુસ્કે રડેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારોને સારી રીતે યાદ છે. આ દિવસે પેપર લેવાવાનું હતું પણ પરીક્ષા રદ્દ થઈ ગઈ હતી. જોકે તે પહેલા આ પેપર ફૂટવાની કહાની શરૂ થઈ હતી ઓડીશાથી. ઓડીશામાં રહેતો જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહાના કે જેને અઢળક કમાણી કરવાની લાલચ જાગી. તે વખતે તે હૈદરાબાદમાં આવેી કે એલ હાઈટેક પ્રેસમાં કામ કરતો હતો. જીતના મનમાં આ લાલચ જગાડનારો હતો પ્રદીપ નાયક કે જેને પોલીસ પણ આ કેસનો મુખ્ય આરોપીઓ પૈકીનો એક ગણે છે. રૂપિયા માટે પ્રેસમાંથી પેપર પહેલી વખત આ શખ્સોએ બહાર કાઢ્યું. જે પછી ઓડીશામાં ક્લાસીસ ચલાવતા એક મિત્ર સરોજનો પ્રદીપે સંપર્ક કર્યો જેણે આ પેપર બિહારમાં રહેતા તેના સાગરિતો મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુ કુમાર, પ્રભાત અને મુકેશ કુમાર સુધી પહોંચાડી ગુજરાતમાં વેચાણ કેમ કરવાનું તેની ચેનલ ગોઠવી આપી હતી.
પેપર ગુજરાત પહોંચવાની કહાની
અહીંથી ગુજરાતમાં પેપર પહોંચવાની કહાની શરૂ થાય છે. અહીં મિન્ટુ કુમાર દ્વારા વડોદરામાં પાથવે એજ્યુકેશન સર્વિસના એમડી તથા વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા ભાસ્કર ગુલાબચંદ ચૌધરીનો સંપર્ક તેના દ્વારા કરવામાં આવ્યો. ભાસ્કર આમ તો વડોદરામાં રહે છે પણ તે મૂળ બિહારનો છે. તેના ઉપરાંત અમદાવાદમાં દિશા એજ્યુકેશનના એમડી કેતન બળદેવ બારોટનો પણ સંપર્ક થયો હતો જે મૂળ રહે છે વડોદરામાં. ઉપરાંત સુરતમાં રહેતા નરેશ મોહન્તી કે જે મૂળ ઓડીશાનો છે તેને પણ સાથે લીધો. આમ બિહારથી ગુજરાતના ત્રણ મુખ્ય નગરો અમદાવાદ અને વડોદરા સુધી તેમના તાર લંબાઈ ગયા હતા. બસ હવે જરૂર હતી બીજી ડાળખીઓ પકડવાની. આ તરફ આ બંનેએ પેપરકાંડ માટે તૈયારી બતાવતા ઉપર જે તમામ સાગરિતો હતા તે તમામ ગુજરાત આવવા રવાના થઈ ગયા.
એક હાથથી બીજા હાથમાં પેપર પહોંચ્યું
તેઓ ગુજરાત આવે ત્યાં ભાસ્કર અને કેતને ડાળખીઓ એટલે કે પોતાના સાગરિતોને જોડ્યા જેમાં એજન્ટોમાં હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ અને રાજ બારોટ બધા જ વડોદરામાં ભાસ્કરની ઓફિસે ભેગા થયા હતા. આ એવા હાથ બન્યા કે જેમના હાથમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલા જ આવી ગયું હતું. અને તે પછી તો આ લીસ્ટમાં જોડાતા ગયા જોડાતા ગયા એમ મોટી સંખ્યામાં લોકો જોડાયા. ગુજરાત એટીએસ દ્વારા રેડ કરવામાં આવી જેમાં 15 આરોપીઓને લીક પેપર સાથે પકડ્યા હતા. તપાસમાં કાંડના અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરાઈ. આમ કુલ 19 આરોપીઓને એટીએસએ દબોચી લીધા.
હજુ ઘણા છે ATSની રડારમાં
આ આરોપી હાથમાં લાગ્યા પછી પોલીસે વધુ તપાસની તજવીજ શરૂ કરી હતી. જેમાં ખબર પડી કે આ લોકો પેપર આપવાના 12થી 15 લાખ રૂપિયા પણ ઉઘરાવતા હતા. પોલીસે હવે આ આરોપીઓ પાસેથી પેપર કોના કોના હાથમાં ગયું હતું તે અંગે તપાસ કરતાં વધુ નામો સામે આવ્યા છે. હાલમાં પોલીસે 7 યુવતીઓને મળીને કુલ 30 શખ્સો સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે. આ લોકો કોણ છે? અમે આપને અહીં એ પણ જણાવશું. આ શખ્સો કે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નીચે દર્શાવેલા વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. જોકે અહીં તે કહાનીનો અંત નથી… હજુ પણ ઘણા લોકો કે જેમના હાથ સુધી પેપર પહોંચ્યું હતું તે તમામને ઝડપી પાડવામાં આવવાના છે અને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક કરવાનો પ્રયત્ન ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે આ કેસમાં 49ને તો ઝડપી જ પાડ્યા છે. પણ આગામી સમયમાં આંકડો હજુ આગળ વધે તો નવાઈ નહીં.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT