જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર ભાવનગરના શખ્સની ધરપકડ

ADVERTISEMENT

Junior clerk
Junior clerk
social share
google news

ભાવનગરઃ ડમીકાંડમાં સંડોવાયેલાઓની સંખ્યા ધીમે ધીમે એવી વધી રહી છે જાણે એક એક કડીઓ ભેગી થઈને મોટી સાંકળ બની રહી હોય. ભાવનગરના ડમી ઉમેદવાર દ્વારા પરીક્ષા આપવાના મામલે એસઓજી દ્વારા વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસાડી પરીક્ષામાં બેસાડ્યો હતો. પલીસે અત્યાર સુધી 37 જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે.

ડમી ઉમેદવાર બેસાડવાનું મસમોટું કૌભાંડ
ગુજરાત સરકારની વિવિધ સરકારી પરીક્ષાઓમાં સાચા ઉમેદવારને બદલે ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરવાનું એક મસમોટું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં મોટા માથાઓની સંડોવણીને પણ નકારી શકાય તેમ નથી. અહીં આપને જણાવી દઈએ કે આ કૌભાંડ ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ ડમી ઉમેદવારો પૈકી કેટલાકના નામ નહીં લેવાની સામે રૂપિયાનો તોડ કરવાના આરોપમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં બેસાડ્યો ડમી ઉમેદવાર
દરમિયાનમાં ભાવનગર ડમી કાંડમાં એસઓજી પોલીસની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. એસઓજીએ શહેરના સુભાષનગર ભોળાનાથ સોસાયટીમાં રેહતા મલ્હાર તુષાર ભટ્ટને ઝડપી પાડ્યો છે. મલ્હારે ગત 20 માર્ચ 2022એ યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હોવાનું પોલીસ સામે આવ્યું છે. પોલીસે તેને પકડી પાડ્યો છે. જોકે એસઓજીએ પકડેલા આ આરોપીનું નામ ફરિયાદમાં ન્હોતું. અત્યાર સુધી ફરિયાદમાં નામ હોય તેવા 16 અને ફરિયાદ પછી 21, એમ કુલ 37 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT