જુનિયર ક્લાર્કના ઉમેદવારોની OMR શીટ ઓનલાઈન મૂકાઈ, હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
ગાંધીનગર: રાજ્યભરમાં આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં પેપર લીક થયા બાદ ફરી વાર આજે પરીક્ષાનું આયોજન કરાયું હતું, જોમાં કોઈ ગેરરીતિ…
ADVERTISEMENT
ગાંધીનગર: રાજ્યભરમાં આજે જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન્યુઆરીમાં પેપર લીક થયા બાદ ફરી વાર આજે પરીક્ષાનું આયોજન કરાયું હતું, જોમાં કોઈ ગેરરીતિ કે પેપર લીકની કોઈ ઘટના સામે ન આવતા ઉમેદવારોએ હાંશકારો અનુભવ્યો હતો. પરીક્ષા પૂરી થયા બાદ પણ તમામ પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે GPSSBના ચેરમેન હસમુખ પટેલ પ્રયાસ કરી રહ્યા છે. પરીક્ષા બાદ હવે ઉમેદવારોની જિલ્લા મુજબ OMR શીટ ઓનલાઈન અપલોડ કરવામાં આવી રહી છે. આ અંગે હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
ગાંધીનગર જિલ્લામાં પરીક્ષા આપનાર ઉમેદવારોની તેઓની ઓએમઆર ઓનલાઇન જોઈ શકશે ડાઉનલોડ કરી શકશે.https://t.co/M7KuRbkSdGhttps://t.co/WQIxQHQtbI
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 9, 2023
ક્યાંથી જોઈ શકાશે OMR શીટ?
હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં બે લિંક મૂકી છે જેના પર જઈને ઉમેદવારો જિલ્લા મુજબ, પોતાનો શીટ નંબર નાખીને પોતાની OMR શીટ જોઈ શકશે. જેથી કરીને કોઈ ઉમેદવાર પોતાની સાથે અન્યાય થયાનું ન અનુભવે. હાલમાં સમાચાર લખાયા સુધી આ લિંક પર ગાંધીનગર, આણંદ અને અરવલ્લી એમ 3 જિલ્લાના ઉમેદવારોની OMR શીટ સ્કેન કરીને અપલોડ કરી દેવામાં આવી છે. જેમ જેમ જિલ્લા મુજબ OMR શીટ સ્કેન થશે તેમ તેને અહીં અપલોડ કરવામાં આવશે.
ADVERTISEMENT
જેમ જેમ સ્કેનિંગ પૂર્ણ થતું જશે તેમ તેમ ઓએમઆર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો નીચેની લીંક પર પોતાની ઓએમઆર જોઈ શકશે.https://t.co/M7KuRbkSdGhttps://t.co/WQIxQHQtbI
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 9, 2023
પરીક્ષા પૂરી થયા બાદ GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને પરીક્ષા શાંતિ પૂર્વક માહોલમાં પૂરી થઈ છે. 7 લાખ 30 હજાર ઉમેદવારો એ કોલ લેટર ડાઉન લોડ કર્યા હતા. હાલ પરીક્ષા સાહિ ને સુરક્ષિત પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. 75 હજાર લોકો પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા હતા.
ADVERTISEMENT
તેમણે કહ્યું, પ્રશ્ન પત્ર લાંબુ રાખવાના સંકેત આગાઉ આપી દીધા હતા એટલે તમામ ઉમેદવારોને સરખો ન્યાય મળશે. પરીક્ષા માટે તમામ કર્મચારીઓને તાલીમ બદ્ધ કરવામાં આવ્યા હતા. તાલીમમાં મળેલા સુચનો મુજબ આ પરીક્ષા અમલ કરાઈ છે. આ પરીક્ષા પછી 30 એપ્રિલે તલાટીની પરીક્ષા લેવાની પ્રથામિક્તા રહેશે. જુનિયર ક્લાર્ક અને તલાટીનું પરિણામ જૂન આસપાસ આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT