બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જૂનાગઢનું આ ગામ બેટમાં ફેરવાયું, ઘરો-ખેતરો, મંદિર બધું પાણીમાં ડૂબી ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં પણ જૂનાગઢના કેશોદમાં આવેલા ઝિંઝરી ગામમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઘુંઘરી નદી બે કાંઠે થતા ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે આખા ગામમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘર અને ખેતરો, મંદિર તથા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી જતા ઝિંઝરી ગામને જોડતા તમામ રસ્તાઓનો સંપર્ક તૂટી ગયો હતો. એવામાં આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.

આ અઠવાડિયે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયે પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદની પડી શકે છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી વરસાદનું જોર ઘટવાની પણ આગાહી કરી છે.

ADVERTISEMENT

ગુજરાત પર 3 સિસ્ટમ એક્ટિવ
તો આ સાથે જ મંગળવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, ગુજરાત પર હાલ 3 જેટલી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે મેઘમહેર થઈ રહી છે. એવામાં આ સિસ્ટમો નબળી થતા વરસાદ વિરામ લેશે. જોકે આગામી સાત દિવસ વરસાદની સંભાવના છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT