Junagadh: પોલીસે જ પોલીસ કર્મીની કરી હત્યા? બ્રિજેશ લવાડિયાના પરિવારે કરી આ માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન જૂનાગઢમાં 21 માર્ચે વંથલીના એક બગીચામાં ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી હતી . જે જૂનાગઢના પોલીસ કર્મી બ્રિજેશ લવાડિયાની  હતી. પોલીસે આ મામલાને આત્મહત્યાના ગુનામાં દાખલ કર્યો હતો.પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ આત્મહત્યા નહિ પણ હત્યા છે. આથી એસપી ખુદ આ અંગે તપાસ કરે તેવી પરિવારના સભ્યોની માંગ છે.

આ અંગે પરિવારજનોએ લાશનો કબજો લેતા પહેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. જેના રિપોર્ટમાં શરીર પર કેટલાક ઘાવના નિશાન મળ્યા છે. જે મારપીટ હોવાની આશંકા વ્યક્ત કરી છે. જેને લઇ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે મૃતકે મરતા પહેલા ફોન પર જણાવ્યું હતું કે Dysp અને એક મહિલા પોલીસે તેને મારપીટ કરી છે. અને જો હવે પોલીસ ટ્રેનીંગ સેન્ટર પર જશે તો મારી નાખશે.

પોલીસ ચૂપ રહી
આ સમગ્ર ઘટનાને  લઈ  પરિવારજનોને આશંકા છે કે, બ્રિજેશ લાવડિયાને મારી નાખી અને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યા હતા. જેથી આત્મહત્યા કરી હોય તેમ લાગે.  જો કે જૂનાગઢ પોલીસ આ મામલે કશું જ બોલવા તૈયાર નથી. પરંતુ આ સિધો જ જૂનાગઢ પોલીસ પર આરોપ છે. આથી એસપી ખુદ આ અંગે તપાસ કરે તેવી પરિવારના સભ્યોની માંગ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતના મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ, જાણો શું છે મામલો

મોરબી આહિર સમાજ આપશે આવેદન પત્ર 
બ્રિજેશ લાવડિયા મોરબીના રહેવાસી હોય અને આહીર જ્ઞાતિના હતા. જેથી આહીર સમાજ આજે 28 માર્ચે મોરબી માં એકઠા થઇ આ અંગે નિષ્પક્ષ તપાસ ની માંગ કરશે. તેમજ એસ પી ને આવેદન આપી તપાસમાં તથ્ય બાહર લાવી ગુન્હેગારોને સજા થાય તેવી માંગ કરી રહ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT