જુનાગઢમાં પ્રચંડ વાવાઝોડું ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી /જુનાગઢઃ ગિરનાર પર્વત પર અચાનક વાવાઝોડું ફુંકાતા અને પવનની ગતિ વધુ હોવાથી રોપ-વે સેવાને સ્થગિત કરવામાં આવી છે. તેવામાં કોઈ દુર્ઘટના ન થાય એના માટે અત્યારે રોપ-વે સેવા બંધ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ગિરનાર પર્વત પર અચાનકથી જ પવનનો વંટોળ ફૂંકાયો હતો, તેવામાં જો પ્રવાસીઓ આમાં મુસાફરી કરે તો તેમની સલામતી ન જળવાયેલી રહે તેથી આ નિર્ણય લેવાયો છે.

રોપવે ટ્રોલી તૂટી જવાની મુશ્કેલી
ખરાબ વાતાવરણ અને ડબલ સિઝનના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો વાતાવરણમાં પલટો આવી જાય તો આ સેવા બંધ કરવી પડે છે. તેવામાં આજે સવારે ગિરનાર પર્વત પર પવનની ગતિ પ્રચંડ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. તેવામાં પ્રવાસીઓની સલામતી મુદ્દે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે આના કારણે દૂર-દૂરથી અહીં પ્રવાસે આવેલા મુસાફરોમાં આજના દિવસે રોપવે બંધ હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી હતી.

ADVERTISEMENT

રોપવેની ક્ષમતા, દિવાળીમાં કરાઈ ખાસ વ્યવસ્થા
દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખતા રોપવેની ક્ષમતામાં વધારો કરાયો છે. 6 નવી ટ્રોલી એડ કરી દેવામાં આવતા આશરે જોવા જઈએ તો પ્રતિ કલાક 1 હજાર પ્રવાસીઓ આમાં સફર કરવાની મજા માણી શકે છે. અત્યારે આ સંખ્યા 25થી વધારીને 31 કરી દેવાતા મુલાકાતીઓને પણ પ્રવાસનો આનંદ મળી રહ્યો છે.

શિયાળાની શરૂઆત થતાં જ આજે ગિરનાર પર 70થી 80 કિમીની ગતિથી પવન ફૂંકાઇ રહ્યો હતો. જોકે આવતીકાલે જો પવનની ગતિ વધારે નહિ હોય તો સમયસર પ્રવાસીને રોપ-વેનો લ્હાવો માણવા મળશે, એવું કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT