જૂનાગઢ રોપ-વે સેવા ફરી બંધ, લોકોની સલામતી માટે લેવાયો નિર્ણય
જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આ સાથે હવે ભારે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો…
ADVERTISEMENT
જૂનાગઢ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે દિવસેને દિવસે ઘટી રહ્યું છે. આ સાથે હવે ભારે પવન પણ ફૂંકાવા લાગ્યો છે. જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જૂનાગઢમાં પવનનું જોર હોવાથી ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે 12.30 આસપાસ વાતાવરણ અનુકૂળ હશે તો રોપ વે સેવા શરૂ થાય તેવી શક્યતા છે.
ફેબ્રુઆરીના બાર દિવસમાં ચાર દિવસ રોપ વે સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યારે શિયાળામાં ગિરનારના દર્શને આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે પવનને કારણે ટ્રોલીઓ બેલેન્સ કરવી મુશ્કેલ બને છે અને પ્રવાસીઓ ને પણ પવનને કારણે ડોલતી ટ્રોલી માં બેસવામાં ભય લાગી રહ્યો છે. ત્યારે સૂસવાટા મારતા પવનને કારણે ગિરનાર ઉડન ખટોલાની ઉડાન રોકી દેવામાં આવી છે. પરંતુ શ્રદ્ધાળુઓ પવનમાં પણ કરી રહ્યા છે ગિરનારની યાત્રા. 9999 પગથિયાં ચડી ભગવાન દત્તાત્રેય અને માં અંબાના દર્શન કરવા યાત્રાળુઓ પહોંચ્યા છે. બપોરે 12.30 આસપાસ વાતાવરણ અનુકૂળ હશે તો રોપ વે સેવા શરૂ થાય તેવી શક્યતા
લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય
ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો વાતાવરણમાં પલટો આવી જાય તો આ સેવા બંધ કરવી પડે છે. તેવામાં ગિરનાર પર્વત પર પવનની ગતિ પ્રચંડ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની ગઈ હતી. તેવામાં પ્રવાસીઓની સલામતી મુદ્દે આ સેવાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આના કારણે દૂર-દૂરથી અહીં પ્રવાસે આવેલા મુસાફરોમાં આજના દિવસે રોપવે બંધ હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી હતી.
ADVERTISEMENT
ભાવિકો મુકાયા મુશ્કેલીમાં
જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર રોપ વે સેવ બંધ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવેલા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓના રોપ-વે બુકિંગ હોવા છતાં મુસાફરી નહીં કરી શકે. દર્શને આવેલા લોકોને ભારે પવનના કારણે પગથિયાં ચડવા મજબૂર બન્યા છે. ત્યાં ચાલતો રોપ વે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. જો પવનની ગતિ નરમ પડશે તો જ રોપ વે શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
ઓનલાઈન બુકિંગ સેવા
જૂનાગઢ રોપવે માટે ઓનલાઈન ટિકીટ બુકીંગની વ્યવસ્થા પણ ચાલુ કરી છે. શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ તેમની ટિકટ QR કોડ સ્કેન કરીને અથવા www.udankhatola.com ઉપર ઓનલાઈન બુક કરાવી શકે છે. આ સુવિધાને કારણે પ્રવાસીઓએ લાંબી લાંબી લાઇનોમાં નહી લાગવું પડે. જૂનાગઢની મુલાકાત અંગે આગોતરૂ આયોજન કરી શકાશે.
ADVERTISEMENT
અત્યારસુધીમાં 16 લાખ લોકોએ લીધી મુલાકાત
ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓના કારણે સરકાર માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી એટલે કે ઓક્ટોબરથી માર્ચ-2021 માં 3.57 લાખ, વર્ષ 2020-21માં 7.31લાખ અને વર્ષ 2021-22માં 5.50 લાખ લોકોએ રોપ-વેના માધ્યમથી ગિરનારની સફર ખેડી હતી. આમ, ડિસેમ્બર-2022ના અંત સુધીમાં કુલ- 16,39,780 લોકોએ ઉડન ખટોલાનો આનંદ માણ્યો છે.
(વિથ ઈનપુટ, ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT