જુનાગઢ પોલીસ પર હુમલો કરવાના મામલે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજુર

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ જૂનાગઢ પોલીસ હુમલા કેસના 34 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગત રાત્રીના એક વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે હત્યા સહિતની કલમોને આધારે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. બેએક દિવસ પહેલા જુનાગઢની મજેવડી પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. વાહનોની તોડફોડ અને આગચંપી કરી હતી.

100 આરોપીઓની ઓળખ કરાઈ
આરોપીના વકીલ જૂનાગઢના જીસાન હાલપોત્રાએ જણાવ્યું હતું કે, રિમાન્ડના કારણો અને રિમાન્ડ પરના વાંધાઓના જવાબ સંદર્ભે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસે હત્યા, મારપીટ અને રાયોટીંગનો કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે. લગભગ 100 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. અને અન્યોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

મહેમદાવાદના મામલતદાર કક્ષાના અધિકારીએ 5 હજાર માટે કર્યું મોઢું કાળું!

આરોપીના વકીલ શબ્બીર શેખે જણાવ્યું કે સંવેદનશીલ કેસમાં 34 આરોપીઓ પર કલમ ​​302 લગાવવામાં આવી છે, જે અંતર્ગત પોલીસે ડીકે બાસુના પ્રખ્યાત નિર્ણયનું પાલન કરવું પડશે. જો આરોપી ઇચ્છે તો વકીલની હાજરીમાં નિવેદન આપી શકે છે. આ સાથે મહિલા પીએસઆઈ મહિલા આરોપી નસીમ બાનો સાથે રહેશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT