જૂનાગઢમાં ભારે વરસાદથી હિમાચલ જેવા દ્રશ્યોઃ કાર સાથે તણાયા વૃદ્ધ, જુઓ ચોંકાવનારા Videos
ભાર્ગવી જોશી. જૂનાગઢઃ ભારે વરસાદને કારણે દક્ષીણ ગુજરાતની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમમાં તો જૂનાગઢ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોના…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી. જૂનાગઢઃ ભારે વરસાદને કારણે દક્ષીણ ગુજરાતની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમમાં તો જૂનાગઢ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોના જનજીવનને ભારે અસર પડી રહી છે. અહીં નદીઓના વહેણ એવા તો ધસમસી રહ્યા છે કે જાણે કે કેદારનાથ કે હિમાચલના દ્રશ્યો હોય તેવો અહેસાસ કરાવી દીધો છે.
જૂનાગઢના રાયજીબાગ પોશ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ કારની સાથે જ તણાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે વૃદ્ધને ખેંચાતા જોઈ ત્યાં હાજર મહિલા અન્ય લોકોને બુમો પણ પાડી રહ્યા છે. વીડિયોમાં જે રીતે આ વ્યક્તિની બુમોમાં ચિંતા જોવા મળી રહી હતી તે જોતા તણાઈ ગયેલા વૃદ્ધને તેઓ જાણતા હોવાનું સમજી શકાય છે. આ વ્યક્તિનું આગળ શું થયું તે અંગે હજુ જાણકારી મળી શકી નથી.
સુરતમાં ટ્રાફિક પોઈન્ટથી ગાયબ TRB જવાન ગુજરાત તકની ટીમને જોઈ ભડક્યા- Video
હાલમાં જૂનાગઢમાં ઠેરઠેર આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દામોદર કુંડના ધસમસતા પાણી કહો કે પછી લોકોના વાહનો ખેંચાવાની ઘટનાઓ કહો, લોકોના ઘરોમાં, પાર્કિંગ એરિયામાં તરતી કાર હોય કે પછી લોકોના લારી ગલ્લા વહેવા લાગ્યા હોય અહીં ઘણી ઘટનાઓના વીડિયો સામે આવ્યા છે. જે આપ સમક્ષ રજૂ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT