Junagadh: NEET ની નિષ્ફળતા સામે વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું, 13માં માળેથી લગાવી મોતની છલાંગ
Junagadh News: જુનાગઢથી એક દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે, NEET ના પરિણામમાં ઓછા માર્ક્સ આવતા જૂનાગઢ વિદ્યાર્થિનીએ 13માં માળેથી મોતની છલાંગ લગાવી
ADVERTISEMENT
Junagadh News: જુનાગઢથી એક દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે, NEET ના પરિણામમાં ઓછા માર્ક્સ આવતા જૂનાગઢ વિદ્યાર્થિનીએ 13માં માળેથી મોતની છલાંગ લગાવી છે. મળતી માહિતી અનુસાર, વૃતિ વાઘેલા નામની 18 વર્ષીય વિદ્યાર્થિનીએ આજે સવારે સાડા 7 વાગ્યાની આસપાસ મધુરમ બાયપાસ પાસે આવેલા એપાર્ટમેન્ટના 13માં માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસે આ મામલે સમગ્ર ઘટનાને લઈ હાથ ધરી તપાસ છે.
વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું
જૂનાગઢ શહેર સી-ડિવિઝન પોલીસ મથકને જાણ થતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અંતર્ગત મૃતક યુવતીના પરિવારજની પૂછપરછમાં બાદ જાણકારી મળી હતી કે, થોડા સમય પહેલા જ NEETની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતુ. જેમાં ઓછા માર્ક્સ આવતા વૃતિ તણાવ અનુભવતી હતી. છેલ્લા કેટલાક દિવસથી વૃતિ ગુમસુમ પણ રહેતી હતી. અચાનક આ પ્રકારનું પગલું ભરતા તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
(ઇનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT