Junagadh News: સહકારી મંડળીના પ્રમુખ-મંત્રી સહિત 3 સામે 6.5 કરોડની ઉચાપતની થઈ FIR
Junagadh News: ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સહિત ત્રણ સામે રૂ! 6.56.88.407 ની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના…
ADVERTISEMENT
Junagadh News: ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સહિત ત્રણ સામે રૂ! 6.56.88.407 ની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી સહિત ત્રણ વ્યક્તિઓ સામે. રૂ! 6.56.88.407 ની ઉચાપત અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં તેમજ સહકારી ક્ષેત્રમાં ભારે ખડભડાટ મચી જવા પામી છે.
Salangpur temple: ઇન્દ્રભારતી બાપુ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા, હનુમાનજીના અપમાનથી લોહી વહેવડાવવાની ચીમકી
ખેડૂત સભાસદોના ખોટા લોન ખાતા ઊભા કરી કરી ઉચાપત
આ બનાવ અંગે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યાનુસાર ભેસાણ શહેરની અક્ષરધામ સોસાયટી ખાતે રહેતા સચિન કપિલભાઈ મહેતા દ્વારા વાંદરવડ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદ ભીખાભાઈ કપુરીયા (રહે. વાંદરવડ), કમલેશ બાલાશંકર દવે (રહે. કૈલાશપાર્ક જૂનાગઢ) રમેશભાઈ ડાયાભાઈ રામાણી (રહે. ” અર્થ ” દિપાલી પાર્ક રણછોડ નગર પાછળ જૂનાગઢ) એમ આ ત્રણેય શખ્સોએ ફરિયાદીની બેંક પાસેથી લીધેલા ધીરાણ અન્વયે ખેડૂત સભાસદોના ખોટા લોનના ખાતા ઊભા કરી અને ખોટા સરવૈયા બનાવી રજૂ કરી અને ખોટા હિસાબો બનાવી આ હિસાબો ખોટા હોવાનું જાણવા છતાં તેને સાચા તરીકે દર્શાવી ઉપયોગ કરી અને બેંકમાં રજુ કરી ખોટા દસ્તાવેજો બનાવી ખોટું હોવાનું જાણવા છતાં તેને સાચા તરીકે બતાવી ઉપયોગ કર્યા હતા અને બેંકમાં રજૂ કર્યા હતા. સાથે જ સેવા સહકારી મંડળીના રોજબરોજના વહીવટ ઉપર અપ્રમાણિક ઈરાદાથી દેખરેખ ન રાખી તેમજ ગુનાહિત ઈરાદાથી એકબીજાની મિલિભગતથી આચરેલી ગેરરીતિમાં મદદગારી કરી ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોતે આચરેલા નાણાકીય રીતે અને અનિયમિતતાને છુપાવવાના બદ ઇરાદાથી ફરિયાદીને દફતર ન આપી દફતર ગેરવલ્લે કરી ઉપર જણાવેલા રેકોર્ડ ફરિયાદીને સોંપ્યા ન્હોતા. ફરિયાદીએ આપેલી સૂચના તેમજ માહિતી આપવા કરેલા આદેશોને જાણી જોઈને પાલન નહીં કરી ખોટા પત્રકો બનાવી યોગ્ય હિસાબો નહીં નિભાવી પોતાના લાભ માટે ખોટા ધિરાણો જાણી જોઈ મંજૂર કર્યા હતા. તેમજ વાંદરવડ સેવા સહકારી મંડળી લિમિટેડના ચોપડા કાગળ જામીનગીરી સાથે ચેડા કરી તેમાં ફેરફાર કરી અને તેમને કુલ રૂ!. 6.58.88.407 જેવી માતબર રકમની ઉચાપત કરી ગુનો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદને પગલે ભેસાણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી કે સરવૈયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT