જૂનાગઢમાં એકલી મહિલાની હત્યા કરી ટાંકીમાં નાખી દેનારો પડોશી જ નીકળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ભેંસાણમાં સિનિયર સિટીઝન મહિલાની હત્યા કરનાર ઝડપાયો છે. આ હત્યાને અંજામ આપનાર પાડોશી જ નીકળ્યો છે. નવ નિયુક્ત એસપી જૂનાગઢ, હર્ષદ મહેતા એ ઘટના વિશે માહિતી આપી હતી. પોલીસે ઘટનાને લઈને આરોપી પડોશીને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી ઘટના?

જૂનાગઢના ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે એકલી રહેતી મહિલા જીવતિબેન વસાનીની મંગળવારે મોડી રાતે કોઈ અજાણ્યા સખશો દ્વારા માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો દ્વારા હત્યા કરવામાં આવેલી છે. પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે જૂનાગઢ Dysp હિતેશ ધાંધલિયા એ જણાવ્યું હતું કે જૂનાગઢના ચુડા ગામે એકલા રહેતા જીવતીબેન બાબુભાઈ વાછાણી ઘરે એકલા જ હોય કોઈ અનજાન શખ્શો એ આવી લૂંટના ઇરાદા એ હત્યા કરી હોવાનું જણાઇ રહ્યું છે. જે તે સમયે પરિવાર તરફથી કોઈ શંકાસ્પદ વ્યક્તિના નામ આપવામાં આવ્યું નથી. જીવતીબેનની કોઈએ હત્યા કરી પાણીના ટાંકામાં નાખી દીધી હોય પોલીસ ડોગ સ્કૉવડ ટેકનિકલ સ્ટાફની આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરાઈ હતી.

વડોદરા ભાજપના MLAનો થયો રમખાણના કેસમાં છૂટકારોઃ શૈલેસ મહેતા નિર્દોષ જાહેર

આ અંગે ભેંસાણ તાલુકાના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, મૃતક જીવતીબેન એકલા જ રહેતા હોય અને તેમના પરિવારનાં અન્ય સભ્યો માં બે પુત્રો હોય જે શહેરમાં રહેતા હતા. રાતે કોઈ એ લૂંટના ઇરાદે જીવતીબેનની હત્યા કરી છે તેમના કાનમાંથી સોનાની બુટ્ટી અને અન્ય ઘરેણાં ગાયબ હોય લૂંટ કરનારે હત્યા કરી હોવાની શંકા છે.

ADVERTISEMENT

પડોશી પાસેથી મળી સોનાની બુટ્ટી

આ અંગે જૂનાગઢ એસ પી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં ભેંસાણ તાલુકાના ચુડા ગામે ગઈ કાલે થયેલ જીવતીબેન બાબુભાઈ વાછાણીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી ઘરના જ પાણીના ટાંકામાં લાશ ફેંકી દીધા હોવાની ફરિયાદને મામલે તપાસ કરતા Dysp હિતેશ ધાંધલિયા, SOG તેમજ ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ કરતા પડોશમાં રહેતો સલીમ જ હત્યારો હોવાની શંકાથી તેને પકડી આકરી પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ તો તેણે લૂંટ ના ઇરાદે હત્યા કરી હોવાનું જણાવ્યું છે એની પાસેથી સોનાની બુટ્ટી પણ મળી આવી છે અને તે ભૂતકાળમાં પણ ગુનાઓ સાથે સંકળાયેલો હોય પોલીસને શંકા હતી. તેથી તેના પર નજર રાખવામાં આવી હતી. એકલાIરહેતા સિનિયર સિટીઝનની હત્યા કરવામાં આવતા પોલીસ વધુ સતર્ક બની કામ કરી રહી છે. હાલ આ ગુના અંગે સઘન તપાસ માટે એફ એસ એલની મદદ લેવાઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT