જૂનાગઢમાં શરૂ કરાયા RRR સેન્ટર, જૂના બુટ-ચંપલ, કપડાની બદલામાં લોકોને મળશે ખાસ ગિફ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવી શરૂઆત કરવામાં આવી. પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 11માં RRR સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘Reduce, Reuse and Recycle ના RRR અપનાવો’ સૂત્ર સાથે ‘મારું જીવન, મારું સ્વચ્છ શહેર’ કેમ્પેન ની શરૂઆત કરાઈ હતી. આ કેમ્પેન અંતર્ગત જે લોકો જુના બૂટ ચપ્પલ, રમકડા અને કપડા સહિતની વસ્તુઓ અહી જમાં કરાવશે તેમને મનપા દ્વારા અહીંથી કાપડની થેલી આપવામાં આવશે.

લોકોની બિનજરૂરી વસ્તુ જરૂરિયાતમંદ સુધી પહોંચશે
અહીં એકત્રિત થયેલી વસ્તુઓ જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવશે. શહેરના વોર્ડ નંબર 11 માં મનપાના મેયર ગીતાબેન પરમારની હાજરીમાં આ કેમ્પેનની શરૂઆત કરાઈ હતી. RRR સેન્ટર શહેરના તમામ વોર્ડમાં શરૂ કરવામાં આવશે. જેનો મૂળ હેતુ બિન જરૂરી વસ્તુઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાડવાનો છે. જેથી લોકો શહેરમાં બિનજરૂરી વસ્તુ ગમે ત્યા ફેંકી કચરો ન કરે.

ADVERTISEMENT

વસ્તુ જમા કરાવનારને મળશે ખાસ ગિફ્ટ
બીજી તરફ લોકોને પણ આ બિનજરૂરી વસ્તુ જમા કરાવવા પર એક કાપડની થેલી આપવામાં આવશે. આ થેલીના ઉપયોગથી લોકો પ્લાસ્ટિકના વપરાશ પણ ઘટશે. તથા તેઓ પણ સામેથી બિન જરૂરી વસ્તુઓને ફેંકવાના બદલે અહીં આપવા માટે પ્રોત્સાહિત થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT