જૂનાગઢમાં દીકરી ભાગી ન જાય એટલે પિતાએ 17 વર્ષે પરણાવી દીધી, પિયર આવી ને પ્રેમી ભગાડી ગયો
ભાર્ગવી જોશી/જુનાગઢ: જુનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર દીકરી પ્રેમી સાથે ભાગી ન જાય એટલા માટે પિતાએ તેના 17 વર્ષની ઉંમરે જ…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જુનાગઢ: જુનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર દીકરી પ્રેમી સાથે ભાગી ન જાય એટલા માટે પિતાએ તેના 17 વર્ષની ઉંમરે જ લગ્ન કરાવીને સાસરે વળાવી દીધી હતી. જોકે દીકરી બે મહિના રહીને પાછી પિયરમાં આવી ગઈ હતી. બાદમાં પોતાના પ્રેમી સાથે ફરાર થઈ જતા દોઢ મહિનાથી પિતા તેને શોધી રહ્યા હતા. આખરે યુવતી પ્રેમી સાથે રાજસ્થાનમાંથી મળી આવી હતી.
17 વર્ષની ઉંમરે પિતાએ દીકરીને પરણાવી દીધી હતી
ઘટનાની વિગતો મુજબ, જૂનાગઢમાં રહેતા પરિવારની 17 વર્ષની દીકરીને એક અજય પંડ્યા નામનો યુવક પ્રેમમાં ફસાવીને ભગાડી ન જાય એટલા માટે પિતાએ સગીર ઉંમરે જ દીકરીના લગ્ન કરાવી દીધા હતા. પરંતુ દીકરી સાસરેથી પાછી આવી અને અજય તેને ફોસલાવીને ભગાડી ગયો હતો. પિતાએ દોઢ માસ સુધી પોલીસ સ્ટેશનમાં જઈને દીકરી શોધી આપવા આજજી કરી આખરે પોલીસે અજય અને સગીર દીકરીને રાજસ્થાનથી પકડી પાડયા હતા.
દોઢ મહિનાથી યુવક સાથે હતી યુવતી
આ અંગે એસ.પી કરણ વાઘેલાએ જણાવ્યું હતું કે, અમને એ ડિવિઝનમાં મળેલ ફરિયાદ મુજબ એક દીકરીનું અજય પંડ્યા નામના શખ્સે અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. અમે તપાસ કરતા પિતાએ સગીર દીકરીના લગ્ન કરાવ્યા અને દીકરી પરત ફરતા અજયે પ્રેમના માયાજાળમાં ફસાવી અપહરણ કરી લીધું હતું. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સલમાનની તપાસ કરવા સીસીટીવી કેમેરા, ફોન કોલ, ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી ટેકનીકલ બાબતોથી શોધ આરંભી હતી અને અંતે 23 એપ્રિલે બંનેને રાજસ્થાનથી પકડી પાડયા હતા.
ADVERTISEMENT
બળાત્કાર, અપહરણના ગુના હેઠળ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ
પિતા દોઢ મહિનાથી પોલીસ સ્ટેશનમાં જઈ કરગરી રહ્યા હતા કે મારી દીકરીને શોધી આપો. અરે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પોલીસની રાજકોટની અંદર એક યુવતીની કટકા કરેલી લાશ મળી તો આ પિતા પોલીસને કહી રહ્યા હતા કે મારી દીકરી તો નથી ને! પરંતુ પોલીસે કોલ ડિટેલ્સના આધારે જણાવ્યું કે, પુત્રી જીવિત છે અને ટૂંક સમયમાં મળી જશે. આખરે દોઢ મહિના બાદ દીકરી મળી આવી તો પિતા ખુશ છો પરંતુ અપહરણ કરી જનાર યુવક પર પોલીસ દ્વારા 306 બળાત્કાર, અપહરણ અને પોક્સોની કલમ લગાવાઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે દોઢ મહિના સુધી અજય સગીર દીકરીને લઈ ક્યાં ક્યાં ફર્યો અને કોણે કોણે તેને આ કૃત્ય કરવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT