જુનાગઢઃ કિશોરની મળેલી લાશમાં મોટો ઘટસ્ફોટ, અન્ય સગીરે જુગારના મામલે હત્યા કર્યાનું આવ્યું સામે

ADVERTISEMENT

junagadh
junagadh
social share
google news

ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢના ઉપરકોટમાંથી 13 વર્ષના એક કિશોરની લાશ મળવાની ઘટનામાં LCBએ ત્રણ શકમંદોની અટકાયત કરીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ ઉપરકોટ ગેટના અંદર એક ખાણમાંથી કિશોરની લાશ મળી આવી હતી.લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ લાશની ઓળખ માહિર ઈકબાલ કાદરી તરીકે થઈ હતી. દરમિયાનમાં પોલીસને જાણકારી મળી કે તે સ્કૂલ ફીના નાણાં લઈને ઘરેથી નીકળ્યો હતો. અને અન્ય કિશોરે જુગાર રમવાના મામલે તેની હત્યા કરી છે.

સ્કૂલ ફીના રૂપિયા બન્યા મોતનું કારણ?
માહિર જુનાગઢના કપડા કોડિયાની ગુફા પાસે આવેલી ધારાગઢ દરવાજે રહેતો હતો. તેના પિતા ઈકબાલ કાદરી જણાવ્યું કે, સોમવારે સાંજથી માહિર ગુમ થયો હતો. તે સોરઠ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ધોરણ 8માં પાસ થયા બાદ તે ધોરણ 9માં આવ્યો હતો. આથી પિતાએ તેને ફીના 1400 રૂપિયા આપ્યા હતા, જે તેમના જમાઈને આપવાના હતા. આથી માહિર ઘરેથી જયુપિટર લઈને પૈસા સાથે નીકળ્યો હતો. પરંતુ જમાઈને ફોન કરતા માહિર ન આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. દરમિયાનમાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને પણ તેમણે જાણ કરી હતી. જોકે તેની કોઈ જાણકારી મળી જ નહીં. પરિવાર અહીં ચિંતામાં હતો ત્યારે બીજા દિવસે મંગળવારે ઉપરકોટના ગેટ પાસે તેનું ટુ-વ્હીલર મળ્યું હોવાની માહિતી મળી અને તપાસ કરતાં ખાણમાં જંગલ વિસ્તારમાં માહિરની લાશ મળી આવી હતી. તેના માથામાં પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી દેવાઈ હતી. તેના એક હાથને કૂતરાઓએ ફાડી ખાધો હતો.

માતા-પિતા આજે પણ ધ્રુજી જાય છેઃ તક્ષશિલાકાંડમાં સંતાન ગુમાવનાર વાલીઓ બિલ્ડીંગ પાસે આવતા જ રડી પડે છે

જુગાર રમવાનો થયો ડખો
પોલીસને આ દરમિયાનમાં તપાસ આરંભી દેવી જરૂરી હોઈ કિશોરની લાશને તુરંત પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. આ તરફ પોલીસે નિવેદનો લેવાના શરૂ કર્યા અને દરમિયાનમાં તેના પિતાએ ત્રણ અન્ય કિશોરો પર હત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તેમની પણ પુછપરછ કરતા જાણકારી મળી કે કિશોર જુગાર રમતો હતો અને તેમાં તેને માથાકૂટ થઈ હતી. આ દરમિયાનમાં હત્યાનો કોયડો ઉકેલાયો છે જેના કારણે કિશોરો કાયદાના સંઘર્ષમાં આવ્યા છે. આ તરફ નાની અમથી વાતમાં એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવી દીધું છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT