જૂનાગઢના વંથલીમાં પટેલ પરિવારનો સામૂહિક આપઘાતઃ પરિવારે ઝેર ગળે ઉતાર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢના વંથલી ગામના સાતલપુર ગામના પટેલ પરિવારના સમૂહ આપઘાતથી ગામનું વાતાવરણ શોકમય બની ગયું છે. એક જ પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન લીલા સંકેલવાનું પગલું લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. નાના બાળકોથી લઈને વડીલોએ આપઘાત કરી લેતા પટેલ સમાજ જ નહીં પણ આસપાસના ગામોમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના સંદર્ભે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીની હાલત ગંભીર, બાકીનો પરિવાર મૃત્યુ પામ્યો

પોલીસ DySP ડી સી ઠકકરના જણાવ્યા મુજબ સાંતલપુર ગામમાં સુખી પટેલ પરિવારના વિકાસ ભાઇ રમણિક ભાઈ દુધાત્રા, તેમના પત્ની હીનાબેન તથા પુત્ર મનન અને પુત્રી હેપી એ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાની કોશિશ કરી હતી. જેમાં વિકાસભાઈ દૂધાત્રા 50 વર્ષ, તેમની પત્ની 45 વર્ષીય હીનાબેન અને પુત્ર મનન ઉંમર 13 વર્ષ સરકારી હોસ્પિટલ લાવતા સુધીમાં જ મૃત્યુ થયું છે. જ્યારે પુત્રી હેપી ગંભીર હાલતમાં હોય સરકારી હોસ્પિટલથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી છે.

મહિસાગરમાં દલિત યુવકે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીઃ છ પાનાની લખી અંતિમ ચીઠ્ઠી

મોડી સાંજે બનેલી ઘટનામાં ખેડૂત સુખી પરિવાર હોય દીકરી હેપી જૂનાગઢ જોશીપુરા ખાતે અને પુત્ર વાડોદર ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા. હાલ ક્યાં કારણોસર આ સામૂહિક આપઘાત કરવાની જરૂર પડી કે ક્યાં સંજોગોમાં આ અઘટિત પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. જોકે કોઈ આર્થિક સંકટ હોવાનું પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે પોલીસ ઊંડાણ પૂર્વક તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. જે પછી વધુ વિગતો સામે આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT