જુનાગઢઃ લગ્નમાંથી પાછા આવતા હતા અને કાર પર પડ્યું ઝાડ, કારનો કચ્ચરઘાણ
જુનાગઢઃ જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર પડી રહ્યો છે. દરમિયાનમાં વિસાવદર નજીક એક મોટું ઝાડ કાર પર પડ્યું હતું. જેના કારણે કારના કચ્ચરઘાણ વળી…
ADVERTISEMENT
જુનાગઢઃ જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર પડી રહ્યો છે. દરમિયાનમાં વિસાવદર નજીક એક મોટું ઝાડ કાર પર પડ્યું હતું. જેના કારણે કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ કારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. ઘટનામાં તેમને ઘણી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
આકોલવાડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો કારમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. કારમાં મુસાફરી કરનારાઓમાં પિતા અને તેમની બે પુત્રીઓ હતી. તેઓ મોટી મોણપરી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તેઓ પ્રસંગમાં હાજરી આપી પાછા ફરી રહ્યા હતા ત્યારે વિસાવદર નજીક એક મોટું વૃક્ષ તેમની કાર પર પડ્યું હતું. ઝાડના મૂળીયા સુકાઈ ગયા હોવાને કારણે આ ઝાડ પડ્યું હોવાનું પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે. ઝાડ પડવાના કારણે કારનો તો કચ્ચઘાણ વળી જ ગયો હતો પરંતુ કારમાં મુસાફરી કરતા મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલીક ધોરણે સારવારની જરૂર હોઈ સારવાર માટે વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આવી જ કેટલીક ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં બની છે. જેમાં ભારે પવનના કારણે ઘણા લોકોના ઘરની છત ઉડી ગઈ છે તો ઘણા વીજ પોલ અને વૃક્ષ ધરાશાયી થયા છે. કચ્છમાં ભારે પવનના કારણે વીજ ટાવર પડી જવાની ઘટના સામે આવી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં જાહેર માર્ગ પર ઊભા કરવામાં આવેલા હોર્ડિંગ્સ પડી જવાની ઘટના બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT