મણાવદરમાં કોંગ્રેસમાં ભૂકંપઃ ઉમેદવારના નામનો વિરોધ, 26ના રાજીનામા પડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ કોંગ્રેસમાં હાલમાં જ જ્યારે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઘણા વિસ્તારોમાં રોષની લાગણી જોવા મળી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં સ્વાભાવીક રીતે પોતાના પસંદગીના દાવેદારને ઉમેદવારી ન મળે તો નારાજગી થવાની હતી પરંતુ અહીં તો નારાજગી આક્રોશમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં સુધી કે ધડાધડ 26 અગ્રણીઓએ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામા મુકી દીધા છે.

હોદ્દેદારોના ધડાધડ રાજીનામાથી કોંગ્રેસ ડેમેજ કંટ્રોલરની ભૂમિકામાં
ગુજરાત કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાત્રે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ગણિત કહો કે સંજોગો પણ મોડી રાત્રે જાહેર કરાયેલી આ યાદીથી ઘણાઓની ઉંઘ બગડી હતી. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસે મણાવદર બેઠક પરથી ચૂંટણી મેદાન પર અરવિંદ લાડાનીને ઉતારવાનું નક્કી કર્યું છે. આ નામની જાહેરાત થતા જ વંથલીના હોદ્દેદારોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. નારાજગી એટલી હતી કે તેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. અહીં સુધી કે અનેક હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા. તેમના ધડાધડ પડેલા રાજીનામાથી ડેમેજ કંટ્રોલરની ભૂમિકામાં આવી ગયેલી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

હરિ પટેલને તક આપવાની કરી હતી માગ
વંથલીના હોદ્દેદારોએ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં હરિ પટેલને ઉમેદવારી કરવાની તક આપવી જોઈએ તેવી માગ કરી હતી. જોકે તેવું થયું નહીં અને અરવિંદ લાડાનીનું નામ જાહેર થયું હતું. લાડાનીનું નામ આવતા જ વિરોધનો સૂર ઊંચો થયો હતો. મણાવદર બેઠકના વંથલી તાલુકાના પંચાયતના 26 તાલુકા પંચાયત સભ્યોએ આ કારણે કોંગ્રેસમાં રાજીનામા ધરી દેતા ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં ભાજપ અને હવે તો આપ તથા એઆઈએમએમ સાથે સીધી બાથ ભીડવા જતી પાર્ટી માટે આંતરિક નારાજગી કેટલી ભયાનક સાબિત થઈ શકે છે તે આગામી સમયમાં જોવા મળશે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT