જૂનાગઢમાં સ્વરૂપવાન યુવતીએ કાંડ કર્યો, લગ્ન બાદ લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ
Junagadh News: જૂનાગઢમાં લૂંટેરીની ઘટના સામે આવી છે. લગ્ન ન થવાથી પરેશાન યુવક દલાલોના ચક્કરમાં ફસાયો હતો અને ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે…
ADVERTISEMENT
Junagadh News: જૂનાગઢમાં લૂંટેરીની ઘટના સામે આવી છે. લગ્ન ન થવાથી પરેશાન યુવક દલાલોના ચક્કરમાં ફસાયો હતો અને ઔરંગાબાદની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 5 મહિના બાદ સ્વરૂપવાન યુવતી ઘરમાંથી 1.90 લાખની રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકને જ્યારે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
42 વર્ષના યુવકે ઔરંગાબાદની પૂજા સાથે લગ્ન થયા હતા
વિગતો મુજબ, જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલા શ્રીનાથ ટાવર નજીર રહેતા 42 વર્ષના વિજય ધારૂકિયા નામના વ્યક્તિ લગ્ન ન થવાથી પરેશાન હતા. દરમિયાન એક દલાલે ઓરંગાબાદમાં પૂજા નામની યુવતી પોતાની બહેન હોવાનું જણાવીને 28 જૂને બંનેના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ પૂજા 4 મહિના સુધી વિજય પાસે રહી હતી. બાદમાં લગ્ન ખર્ચ માટે 1.90 લાખ રૂપિયા મેળવીને યુવતી મુંબઈ જવાનું કહીને ભાગી ગઈ અને ફરી પરત જ ન આવી.
યુવતી સહિત 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ
જે બાદ યુવકને પોતાની પાસે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ધોરાજીના મુખ્ય દલાલ તથા અન્ય ત્રણ દલાલો અને યુવતી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT