કેશોદમાં ગામોને જોડતો પુલ પાણીમાં ધરાશાયીઃ Video
જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં વરસાદને લઈને ભારે અફરાતફરીનો માહોલ છે. લોકો માટે હાલમાં પરેશાનીઓનો પહાડ ઊભો છે ત્યારે હાલમાં જ જ્યારે ઓઝત અને હિરણ બંધના પાણી…
ADVERTISEMENT
જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં વરસાદને લઈને ભારે અફરાતફરીનો માહોલ છે. લોકો માટે હાલમાં પરેશાનીઓનો પહાડ ઊભો છે ત્યારે હાલમાં જ જ્યારે ઓઝત અને હિરણ બંધના પાણી છૂટતા કેશોદ, માંગરોળ, માધવપુર, મણાવદરના ગામોમાં પાણી ભરાઈ ગયા છે.
CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરઃ અસરગ્રસ્તોની લીધી મુલાકાત, તંત્ર કેટલું સુધરશે?
લોકોએ ચીચીયારીઓ પાડી
જૂનાગઢમાં સતત થયેલા ભારે વરસાદ બાદ હાલત એવી થઈ હતી કે જ્યારે ઓઝત અને હિરણના બંધના પાણી છૂટ્યા ત્યારે ગામે ગામો ડૂબી ગયા હતા. હાલત એટલી કફોડી બની હતી કે લોકોના ઘરો પાણીમાં ધસી ગયા હતા. ત્યારે ઘણા ગામો સુધી પહોંચવાના રોડ અને પુલ તૂટી ગયા છે. અહીં કેશોદના ખમીદાના ગામને જોડતો પુલ પળ વારમાં જ પાણીમાં બેસી ગયો હતો. પુર નીચે પાણીનો ફોર્સ પણ એટલો જોરદાર હતો કે કોઈ અંદર ઉતરવાની હિંમત કરી શકે નહીં.
પાણીના ઝડપી પ્રવાહના કોઝ વે પૂર પાણીમાં વહી ગયો છે. કેટલાક લોકો પુલનો રોડ તૂટી જવાનો વીડિયો બનાવી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો આ ક્ષણને ચીચીયારીઓ પાડીને જાણે કોઈ મોટો ઉત્સવ થઈ રહ્યો હોય તે રીતે મનાવી રહેલા જોવા મળ્યા હતા. સદનસીબે આ દરમિયાન કોઈની પણ આ કોઝવે પરથી અવર જવર ન્હોતી. ખમિદાના અને કેશોદને જોડતા દિવરાના ધાર પુલના તૂટી જવાને કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ઘણા લોકો આ પુલ તૂટી જવાથી અહીં ફસાઈ ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT