જુનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકાઃ બે યુવાનોના મોત, 1ની હાલત ગંભીર, ચૂંટણી ટાંણે તંત્રની દોડાદોડ
જુનાગઢઃ હમણા જ ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા, જોકે તે વાત અલગ છે કે ભાજપ સરકારે તે ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમીકલ કાંડ…
ADVERTISEMENT
જુનાગઢઃ હમણા જ ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા, જોકે તે વાત અલગ છે કે ભાજપ સરકારે તે ઘટનાને લઠ્ઠાકાંડ નહીં પણ કેમીકલ કાંડ નામ આપ્યું હતું. જોકે લઠ્ઠો હોય કે કેમિકલ આપણે તેમાં ન પડીએ તો પણ 100થી વધુ લોકોના જીવ ગયા હતા. હજુ આ ઘટનાની તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે જુનાગઢમાં લઠ્ઠાકાંડની આશંકાઓ સેવાઈ રહી છે. તરફડિયા મારતા બે યુવાનોને સોમવારની સાંજે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બંને યુવાનોએ ઝેરી દારુ અથવા કેમિકલ પીધા પછી આવું બન્યું હોવાનું પ્રારંભીક ધોરણે ચર્ચાઓમાં છે ત્યારે આ મામલાને લઈને તંત્રમાં ચૂંટણી ટાંણે દોડાદોડ જોવા મળી રહી છે. વધુ એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
તરફડિયા મારતા યુવાનો હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, જુનાગઢના ઘાંચિપીઠમાં રહેલાત બે યુવાનો ગાંધીચોકમાં લઠ્ઠો કે કેમિકલ જેવું કાંઈ પી જતાં મોત નીપજ્યા છે. સાંજના સાત વાગ્યાના અરસામમાં ગાંધીચોકમાં રફીક ઘોંઘારી અને તેનો મિત્ર એમ બે યુવાનોને તરફડીયા મારતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં આ યુવાનો પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો બંનેના શંકાસ્પદ મોતને આધારે પોલીસે તપાસ આરંભી છે.
ADVERTISEMENT
ધારાસભ્ય દોડી ગયા હોસ્પિટલ ખાતે
ઘટનાની જાણ થતા મૃતક યુવાનોના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા જ્યાં તપાસ દરમિયાન મામલો ગરમાયો હતો. ધારાસભ્ય ભીખા જોશી પણ આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમણે પરિવારજનોની સમજાવટ કરી હતી તથા પોલીસ તરફથી નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરી હતી. ગુજરાતની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે લઠ્ઠાકાંડ કે કેમિકલથી શંકાસ્પદ મોતથી રાજકારણમાં પણ ગરમાવો આવે એવી પૂરી શક્યતા છે.
ADVERTISEMENT