જુનાગઢના શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં જબ્બર ટર્નીંગ પોઈન્ટઃ નીકળ્યું પ્રેમ પ્રકરણ, જાણો વધુ વિગતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ થોડા જ સમય પહેલા ચૂંટણીના ઠેરઠેર જંજાવાતી પ્રચાર ચાલી રહ્યા હતા ત્યારે જ ગુજરાતના જુનાગઢમાં બે યુવકોના મોત બાદ લઠ્ઠાકાંડનું ભૂત ફરી ધૂણ્યું હતું. ઝેરી પીણું પીધા પછી બે યુવાનોના મોત નિપજ્યાની વિગતો સામે આવી હતી જેના કારણે સંભવીત લઠ્ઠાકાંડની આશંકાએ તંત્ર દોડતું થઈ ગયું હતું. જે તે સમયે કથિત લઠ્ઠાકાંડ હોવાનું પિક્ચર ઊભું થયું હતું પરંતુ પોલીસની તપાસમાં કાંઈક બીજી જ હકીકત સામે આવી છે. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ અને ઝેરી દ્રવ્ય આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. પ્રેમીને પામના માટે પતિનો કાંટો કાઢી નાખવા આખું પ્લાનીંગ થયું અને તેના કારણે યુવકનું મોત નિપજ્યાનું ખુલ્યું છે.

શું હતી ઘટના
જે તે સમયે જ્યારે ઘટના બની ત્યારે પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર, જુનાગઢના ઘાંચિપીઠમાં રહેલાત બે યુવાનો ગાંધીચોકમાં લઠ્ઠો કે કેમિકલ જેવું કાંઈ પી જતાં મોત નીપજ્યા છે. સાંજના સાત વાગ્યાના અરસામમાં ગાંધીચોકમાં રફીક ઘોંઘારી અને તેનો મિત્ર એમ બે યુવાનોને તરફડીયા મારતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં આ યુવાનો પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તો બંનેના શંકાસ્પદ મોતને આધારે પોલીસે તપાસ આરંભી હતી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતકે રિક્ષામાં સોડાની બોટલમાં પીણું પીધું હતું જેમાંથી પોલીસને પોટેશિયમ સાઈનાઈટ મળ્યું હતું. જે પીધા પછી રફીક ઘોઘારીનું તરફડિયા મારીને મોત થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તે પહેલા તેના શ્વાસ થંભી ગયા હતા. આ પીણું તેના મિત્ર ભરત ઉર્ફે જૉનએ પણ પીધું હતું. તે પણ તેવી જ રીતે મૃત્યુ પામ્યો હતો.

અગાઉ પણ મારવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસને તપાસની કામગીરી દરમિયાન કેટલીક બાબતો પર શંકા ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે, મૃતક રફીક ઘોઘારીની પત્ની આસિફ ચૌહાણ નામના એક વ્યક્તિના પ્રેમમમાં હતી. રાત્રે પાર્ક કરેલી રિક્ષામાં મુકેલા સામાનમાં તપાસ કરતા દાવત જીરા નામની સોડા બોટલમાંથી પોટેશિયમ સાઈનાઈટ મળ્યું હતું. પતિને મારવા માટે તેણે અગાઉ પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે નિષ્ફળ ગઈ હતી. છેલ્લા છ મહિનાથી લગ્ન કરવાનું પ્રેમી સાથે પ્લાનીંગ કરી રહી હતી પરંતુ શક્ય બનતું ન હતું. પોલીસે મૃતકની પત્ની મમતા, પ્રેમી આસિફ અને તેના મિત્ર ઈમરાનની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT