ગુજરાત સ્થાપના દિવસઃ જુનાગઢના સદિયો જુના મજેવડી દરવાજા પર એન્ટિક સિક્કાઓનું પ્રદર્શન
ભાર્ગવી જોશી.જુનાગઢઃ આજે ગુજરાત સ્થાપના દિવસ પર જૂનાગઢમાં લોકોને નવું નજરાણું મળ્યું છે. ઈ સ 1633 માં સુબેદાર ઇશરત ખાન દ્વારા નિર્મિત મજેવડી ગેટના રિસ્ટોરેશન…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ આજે ગુજરાત સ્થાપના દિવસ પર જૂનાગઢમાં લોકોને નવું નજરાણું મળ્યું છે. ઈ સ 1633 માં સુબેદાર ઇશરત ખાન દ્વારા નિર્મિત મજેવડી ગેટના રિસ્ટોરેશન બાદ તેમાં કોઈન મ્યુઝિયમ શરૂ કરાયું છે. દેશ વિદેશથી માંડીને ભારતીય ચલણી સિક્કાઓનો પણ અહીં ઈતિહાસ ખુબ આકર્ષક રીતે રજુ કરવામાં આવ્યો છે.
એન્ટીક વસ્તુઓના ચાહકો ખુશખુશાલ
સવાણી એન્ડ કંપની તેમજ મહાનગર પાલિકા દ્વારા જુના ઐતિહાસિક સિક્કા અને ચલણનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢના પ્રવેશદ્વાર અને ઐતહાસિક દ્વષ્ટિએ જાણીતા મજેવડી ગેટ પર બીજા માળે આ પ્રદર્શન શરૂ કરવામાં આવતા લોકો પણ ખુશ છે. આ અંગે સવાણી કંપનીના ઇન્ચાર્જ મેનેજર રાજેશ તોલાણી એ જણાવ્યું હતું કે મજેવડી દરવાજા જૂનાગઢની શાન છે અને અહીં સવાણી કંપની દ્વારા રિસ્ટરેશન કર્યા બાદ આ પ્રદર્શન શરુ કરી જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે નવુ નઝરાણું આપ્યું છે.
ADVERTISEMENT
યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં થઈ જેલઃ જીજા-સાળા સહિત 3 આરોપીઓ પણ જશે જ્યુડિશિયલ કસ્ટડીમાં
મેયરે કહ્યું, પ્રવાસનને વધુ એક સ્થળ મળશે
આ પ્રદર્શનમાં રખાયેલા સિક્કાઓ અને ચલણ વિશે માહિતી આપતા મિતેષ દાયાણીએ જણાવ્યું હતું કે, અહીં 600 જેટલા સિક્કાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં પ્રિન્સ્લી સમય, દેશ વિદેશના સિક્કાઓ, રાજા રજવાડાં અને ગુપ્ત સમયના સિક્કાઓ અને ચલણ રાખવામાં આવ્યા છે, જે લોકો ને જરૂર ગમશે. સાથે સાથે આ મજેવડી દરવાજાની શનમાં પણ વધારો થશે. આ અંગે મહાનગર પાલિકાના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે આજના આ દિવસે જૂનાગઢની જનતાને આ અમૂલ્ય નઝરાણું મળી રહ્યું છે. લોકો એ જરૂર મુલાકાત લેવી જોઈએ. જૂનાગઢના પ્રવાસનને વધુ એક મુલાકાત સ્થળ મળી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT