જૂનાગઢ તોડકાંડ: Gujarat ATSએ તપાસ કરી તેજ, PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડતા ખળભળાટ
જૂનાગઢ પોલીસનું કરોડોનું કથિત તોડકાંડ તરલ ભટ્ટના ઘરે તપાસ એજન્સીઓના દરોડા તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ Gujarat’s police extortion case: અમદાવાદ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં…
ADVERTISEMENT

- જૂનાગઢ પોલીસનું કરોડોનું કથિત તોડકાંડ
- તરલ ભટ્ટના ઘરે તપાસ એજન્સીઓના દરોડા
- તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ
Gujarat’s police extortion case: અમદાવાદ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદિત ભૂમિકા ભજવનાર અને જૂનાગઢ તોડકાંડના ખેલાડી PI તરલ ભટ્ટ સામે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢ તોડકાંડમાં નામ ઉછળ્યા બાદથી તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટીએસની ટીમ તેમની શોધખોળ કરી રહી છે.
તરલ ભટ્ટના ઘરે ગુજરાત ATSના દરોડા
જૂનાગઢ તોડકાંડ મામલે ગુજરાત એટીએસની ટીમે આજે તરલ ભટ્ટના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને દરોડા પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, જૂનાગઢ તોડકાંડ મામલે PI તરલ ભટ્ટ, SOG PI એમ.એમ ગોહિલ અને ASI દીપક જાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ફરિયાદ નોંધાયા બાદથી ત્રણેય ફરાર
આ કેસની ફરિયાદ નોંધાઈ ત્યારે જૂનાગઢમાં જ 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ચાલી રહી હતી અને તેમાં તરલ ભટ્ટ પણ હાજર હતા. જોકે, ફરિયાદ નોંધાયા બાદ તેઓ ક્યાં ગાયબ થઈ ગયા તેની કોઈને કશીય ખબર નથી. હાલ ATSની ટીમ તરલ ભટ્ટ સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
વિગતો મુજબ, કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
IG ઓફિસના શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આશંકા છે કે આરોપી પોલીસકર્મીઓ દ્વારા એકાઉન્ટ હેક કરીને આ પ્રકારે બેંકની વિગતો મેળવવામાં આવી હોય. જેને લઈને ATSને પોલીસના તોડકાંડ મામલે તપાસ સોંપવામાં આવી હતી. ગેરકાયદેસર મંડળી બનાવીને પૈસા પડાવવા મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ IPCની કલમ 167, 467 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રેન્જ IGએ તપાસ કરવતા ભાંડો ફૂટ્યો
આ મામલે જૂનાગઢના રેન્જ IG નિલેશ જાજડિયા માહિતી આપવામાં આવી હતી કે, થોડા દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને લેખિત રજૂઆત આપી હતી. તેમનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG શાખા દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસાની માગણી કરવામાં આવી. તેમની રજૂઆતની તપાસ કરતા વધુ 32 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું. જે ગુનાહિત પ્રવૃત્તિ જણાતા તાત્કાલિક ગુનામાં સંડોવાયેલા ASI દીપક જાની અને PI અરવિંદ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલે વધુ તપાસ કરતા 335થી પણ વધુ એકાઉન્ટ ફ્રીઝ કરેલા હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
રેન્જ IG નિલેશ જાજડિયાએ જણાવ્યું કે, આ ગુનામાં થોડા સમય પહેલા જ અમદાવાદથી ટ્રાન્સફર થઈને આવેલા માણાવદરના CPI તરલ ભટ્ટ બેંક સહિતની પોલીસકર્મીઓને પૂરી પાડતા હતા. આથી કૌભાંડમાં હજુ ઘણા લોકો અને હેકિંગની સંડોવણી હોવાથી તપાસ ATSને સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT