જુનાગઢઃ હેલ્થ અને મતદાનને સાથે જોડવાનો નવતર પ્રયોગ, જાણો ડોક્ટરે શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે ગુરુવારે મતદાન થયું છે. વહેલી સવારથી જ ચાલી રહેલા મતદાનમાં 89 બેઠકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધી કુલ મતદાન 18.95 ટકા થઈ ગયું છે. દરમિયાનમાં જુનાગઢમાં મતદાન બુથની સાથે સાથે આરોગ્યની સતર્કતાને લઈને હેલ્થ બુથ પણ ઊભું કરવામાં આવ્યું છે.

હેલ્થ અને મતદાન સાથે જોડાયા
જુનાગઢ જિલ્લા તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણી બુથની સાથે સાથે હેલ્થને પણ જોડવામાં આવી છે. બુથના 100 મીટરના અંતર પર હેલ્થ ચેક અપ બુથ લગાવવામાં આવ્યું છે. મતદાતાઓને મતદાનની સાથે સાથે હેલ્થ ચેક અપ કરવાની પણ તક અહીં ઊભી કરવામાં આવી છે. લોકોમાં આ કારણે પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે લોકોમાં આવેલી સ્વાસ્થ્ય જાગૃતિ, વૃદ્ધોની સંખ્યા સ્વાસ્થ્ય ચેકપને લઈને ઉત્સાહમાં જોવા મળી છે.

ડોક્ટરે જાણો શું કહ્યું
તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા અજય શેખાવત કહે છે કે, આજે મણાવદર બેઠકની કણજા ખાતે આ બુથ પર મત આપવા આવનારા મતદારોનું અમે ડાયાબીટીઝ, બીપી અને હેલ્થના વિવિધ ચેકઅપ કરીએ છીએ. અત્યાર સુધી અમે 40થી 50 વ્યક્તિના ચેકઅપ કર્યા છે. સારવાર પણ આપી છે. અમને ગમ્યું કે લોકો મતદાન સાથે હેલ્થ માટે પણ જાગૃત અને પ્રેરિત થાય તેવો આ નવતર પ્રયોગ છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT