Junagadh: ચિક્કાર દારૂ પીધેલા પોલીસકર્મીની હોટલના સ્ટાફ સાથે દાદાગીરી, CCTVમાં કેદ થઈ ઘટના

ADVERTISEMENT

Junagadh News
Junagadh News
social share
google news

Junagadh News: દારૂબંધીની વાતો વચ્ચે હવે ખુદ પોલીસકર્મી જ ગુજરાતમાં દારૂ પીને છાકટા બની રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જૂનાગઢ પોલીસે દારૂ પીને હોટલમાં ઝઘડો કરનારા બે પોલીસકર્મીઓની અટકાયત કરી છે. જેમાંથી એક પોલીસકર્મીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. હોટલના માલિકે સીસીટીવી સાથે પોલીસમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.

દારૂ પીને હોટલ સ્ટાફ સાથે પોલીસકર્મીનો ઝઘડો

વિગતો મુજબ, જૂનાગઢમાં આવેલી સાબરીન હોટલમાં અમરેલી હેડ ક્વાર્ટરના બે પોલીસ કર્મચારીઓ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં દાદાગીરી કરી રહ્યા હતા. જે બાદ હોટેલ માલિકની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે  રણજીત વાઘેલા અને નીતિન બાંભણીયા નામના બંને પોલીસકર્મીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને પોલીસકર્મી ગાંધીનગરથી બુટલેગરને અમરેલી લઈ જવા નીકળ્યા હતા, પરંતુ અમરેલી પહોંચવાના બદલે તેઓ જૂનાગઢ બુટલેગરને ઘરે ઉતારીને હોટલમાં જમવા માટે રોકાયા હતા. અમરેલી એસ.પી દ્વારા ઘટનામાં રણજીત વાઘેલાના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

SPએ પોલીસર્મીને સસ્પેન્ડ કર્યો

ઘટના અંગે જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, 24 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં ગાંધી ચોકમાં સાબરીન રેસ્ટોરન્ટમાં 3 શખ્સો આવ્યા હતા અને હોટલના વેઈટર સાથે માથાકુટ કરી હતી. બાદમાં એક શખ્સે પોતે પોલીસની ઓળખ આપી અને દારૂ પીધેલી હાલતમાં હતો. આ બાબતે ફરિયાદ આપતા BNSની કલમ 296 (ક) તથા જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જે બાબતે 351 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT