Junagadh: આવી હોય પોલીસ? ‘લાંચ ન આપી તો PSI એ મારા ભાઈને લાકડી-પટ્ટાથી માર મારીને મારી નાખ્યો’

ADVERTISEMENT

Junagadh Custodial Death Case
Junagadh Custodial Death Case
social share
google news
  • અમદાવાદના યુવક પર જૂનાગઢમાં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો.
  • યુવકની ધરપકડ બાદ PSIએ કસ્ટડીમાં માર ન મારવા માટે 3 લાખની લાંચ માગી હતી.
  • યુવકના પરિજનોનો લાંચ ન આપતા યુવકને ઢોર માર માર્યો હોવાનો આરોપ.

Junagadh News: લોકોના રક્ષણ માટે રહેલી પોલીસ જ જ્યારે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ નાગરિકો પર કરે ત્યારે શું થાય તેનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કસ્ટડીમાં માર ન મારવા માટે યુવકે 3 લાખ રૂપિયાની લાંચ ન આપતા જૂનાગઢના PSIએ અમદાવાદના યુવકને એટલો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં 8 દિવસ લાંબી સારવાર બાદ આખરે યુવકે દમ તોડી દીધો. યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે મારેલા મારના કારણે જ યુવકનું મોત થયું છે. આ મામલે હવે PSI પર 302ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

AIR India સામે DGCAની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ; જાણો કારણ

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદના હર્ષિલ જાદવ નામના યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કે તેનો કર્મચારી કંપનીના ડેટાની માહિતી કોઈને આપી રહ્યો છે. પછી, તેને પોલીસ સ્ટેશનથી ફોન આવે છે અને અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવે છે કે, તમારા સામે ટૂર પેકેજમાં છેતરપિંડીના આરોપમાં જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બાદ હર્ષિલની અટકાયત કરીને જૂનાગઢ લઈ જવામાં આવ્યો અને ધરપકડ કરીને 12 તારીખે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરે છે.

ADVERTISEMENT

Ahmedabad Accident: અમદાવાદમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો, કારમાંથી દારૂની બોટલ મળી

Junagadh Custodial Torture Case
જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની તસવીર

કસ્ટડીમાં માર ન મારવા માંગ્યા 3 લાખ

યુવકના પરિજનોનો આરોપ છે કે, જૂનાગઢના PSI એમ.એમ. મકવાણા હર્ષિલને કસ્ટડીમાં માર ન મારવા માટે રૂપિયા 3 લાખની લાંચની માંગણી કરી હતી. જે ન અપાતા તેને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાદ 16 તારીખે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં 8 દિવસની લાંબી સારવાર બાદ 22 જાન્યુઆરીએ તેને સિવિલમાં દાખલ કરાયો જોકે આખરે તેનું મોત થઈ ગયું.

ADVERTISEMENT

યુવકના માથા, પગ અને હાથમાં ઈજા

પીએસઆઈ એમ.એમ. મકવાણા દ્વારા રિમાન્ડમાં સખત મારપીટ કરતા હર્ષિલના ડાબા પગમાં ફ્રેક્ચર અને જમણા પગના લીગામેન્ટ ફાટી ગયા, તેમજ માથાના ભાગમાં પણ સખત ઇજા પહોંચી હોવાના આરોપ સાથે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડોકટરે જણાવ્યું હતું કે, પોલીસ મારના કારણે બ્લડ કલોટીંગ થતાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે. હર્ષિલના ભાઈની ફરિયાદના આધારે એમ.એમ મકવાણા વિરુદ્ધ 307 અને 331નો ગુનો નોંધાયો હતો. જોકે તેના મોત બાદ પોલીસે હવે કલમ 302નો પણ ઉમેરો કર્યો છે.

ADVERTISEMENT

પોલીસ પર પરિવારના ગંભીર આરોપ

હર્ષિલના ભાઈ બ્રિજેશ જાદવે કહ્યું કે, હું પોતે એક શિક્ષક છું અને શિક્ષક થઈને પોલીસને લાંચ આપું તો મારા શિક્ષક હોવાને લાંછન લાગે. મેં પોલીસને લાંચ ન આપી અને પ્રતિકાર કર્યો. બદલામાં પોલીસે જ મારા ભાઈને મારી નાંખ્યો. PSIએ અજાણ્યા નંબરથી ફોન કરીને કેસ પતાવવા રૂપિયા આપવા કહ્યું. લાંચ ન આપી તો પટ્ટા અને લાકડીથી માર મારીને મારા ભાઈને મારી નાખ્યો. PSI પોતાની ચેમ્બરમાં લઈ જઈને મારા ભાઈને માર મારતા. લોહી નીકળતું હોવા છતાં તેને માર મારવાનું ચાલું રાખ્યું. આ કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT