જુનાગઢઃ મનપા લોકોને 20 વર્ષથી આપી રહી છે આ ‘એક જ સ્વાદની લોલીપોપ’, તળાવના વિકાસની વાતો પણ કામમાં મીંડુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોષી.જુનાગઢઃ શું કોઈ તળાવ વીસ વર્ષથી વિકાસની રાહમાં હોય તેવું ક્યાંય સાંભળ્યું છે તો જુઓ જુનાગઢનું નરસિંહ લેક જેનો વિકાસ કરવાની જાહેરાતો અનેક વખત થઈ ચુકી છે પરંતુ વિકાસ નથી થયો. હવે ફરીથી એક વખત વિકાસનો સુભારંભ કરવામાં આવ્યો છે. હવે થશે કે નહીં એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. કારણ કે 20 વર્ષથી તંત્ર વાતોના વડા કરીને લોકોને આ એક જ સ્વાદની લોલીપોપ ધરી રહ્યું છે.

ખાત મુહૂર્ત થયું પણ કામ ચાલુ થયું નહીં
જૂનાગઢનું નરસિંહ તળાવ ફરીથી એક વખત બ્યુટીફિકેશનની રાહ પર છે. આજે મનપાના પદાધિકારીઓ દ્વારા નરસિંહ તળાવના બ્યુટીફીકેશનનો શુભારંભ કરવામાં આવ્યો. આ પહેલા ખાત મૃહુર્ત તો થયું હતું પણ કામ શરૂ ના થયું. આ અંગે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા અને મેયર ગીતાબેન પરમારે કહ્યું કે દોઢ વર્ષમાં તળાવની સકલ ફરી જશે અને સમગ્ર તળાવ બ્યુટીફીકેશનથી પ્રવાસન ક્ષેત્રે એક પર્યટક સ્થળ મળશે.

કરોડોની ગ્રાન્ટનો જશ્ન, પણ તળાવનો વિકાસ નહીં
આજે સમગ્ર તળાવના બ્યુટીફીકેશન માટે 60 કરોડના ટેન્ડર મંજૂર થયા બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા અનેકવાર બ્યુટીફીકેશનની પોકળ વાતોથી પ્રજાને મુરખ બનાવવામાં આવી છે. મનપામાં અનેક બીજેપીની બોડી આવી અને ગઈ સૌ કોઈ નરસિંહ તળાવના બ્યુટીફીકેશનના નામે કરોડોની ગ્રાન્ટ મળ્યાનો જશ્ન મનાવી ગયા પણ તળાવની સકલમાં કોઈ જ ફેર નથી પડયો. પ્રજા વિકાસને ઝંખતી રહી પણ તળાવ બ્યુટીફીકેશનની રાહમાં જર્જરિત થયું હતું.

ADVERTISEMENT

દોઢ વર્ષમાં કેટલું થશે કામ એ પ્રશ્ન
આખરે આ વર્ષે મનપાની બોડીએ ચૂંટણી આવતા ફરી પ્રજાને આ એક જ સ્વાદની લોલીપોપ આપી છે નરસિંહ લેક બ્યુટીફીકેશનની. હવે જોવાનુ રહેશે કે ખરેખર દોઢ વર્ષમાં તળાવનું કામ કેટલે પહોંચે છે. કારણ કે અહીં પ્રજા વારંવાર થતી આ જાહેરાતોને હવે કાને પણ લેતી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT