દેશમાં પહેલીવાર, જૂનાગઢના જિલ્લા કલેક્ટરે કર્મચારીઓ સાથે ઊભા-ઊભા મીટિંગ કરી, આવું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: આજના સમયમાં ઓફિસમાં લોકો લાંબા સમય સુધી સતત ખુરશીમાં બેસી રહે છે. કામનું પ્રેશર એવું હોય છે કે પાણી પીવા માટે પણ લોકો સમય પર ઊભા નથી થતા. પરંતુ આ આદત જ ઘણી બધી બીમારીઓ તરફ દોરી જાય છે. બેઠા બેઠા કામ કરવાથી ફેફસા અને શરીરના અન્ય અંગોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે અને તેની અસર હાર્ટ પર પડે છે. તેનાથી બચવા માટે જૂનાગઢ જિલ્લા પ્રશાસને પોતાની કામ કરવાની રીત બદલી નાખી છે.

કલેક્ટરે કર્મચારીઓ સાથે સ્ટેન્ડિંગ મીટિંગ કરી
જૂનાગઢના કલેક્ટર રચિત રાજે સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ ફેલાવવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રચિત રાજના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અધિકારીઓએ ખુરશી પર બેસ્યાં વગર જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર સ્ટેન્ડિંગ મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓએ સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ માટેના કલેક્ટરના નવતર પ્રયોગને આવકાર્યો હતો. આ દેશમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે. જેમાં કોઈ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં આ રીતે ઊભા ઊભા બેઠક કરવામાં આવી હોય.

ADVERTISEMENT

સતત બેસી રહેવાથી બીમારીઓને આમંત્રણ મળે છે
કર્મચારીઓનું કહેવું છે કે, સતત ખુરશી પર બેસી રહેવાના કારણે ઘણી બીમારીઓને આમંત્રણ મળે છે. તેનાથી લાંબા સમય સુધી કામ કરવા પર શરીરમાં અસર પડે છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરની આ પહેલને શાનદાર બતાવી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટરની મીટિંગમાં તમામ કર્મચારીઓ ઊભા રહીને ચર્ચા કરતા દેખાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT