જૂનાગઢ બિલ્ડિંગ ધરાશાયી 4નાં મોત, MLA એ કમિશ્નરને ઘટના સ્થળેથી કાઢી મુક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: જૂનાગઢમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. હાલમાં જ ભારે વરસાદ વરસ્યો હતો તે દરમિયાનમાં આ મામલામાં ઈમારત પડી જતા તેની નીચે ચાર વ્યક્તિ દટાઈ ગયા હતા. જેમાં ચારેય વ્યક્તિના મૃત્યુ નિપજ્યાની માહિતી સામે આવતા સહુ કોઈ દુખી થયા હતા. લગભગ સાત કલાકથી વધારે સમયથી આ ઈમારત ખાતે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પરંતુ અહીં એક પણ વ્યક્તિને બચાવી શકાયા ન્હોતા. જોકે કામગીરી દરમિયાન ધારાસભ્ય અને કમિશનર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. મામલો એટલો ગંભીર બન્યો હતો કે ધારાસભ્યએ કમિશનરને સ્થળ પરથી કાઢી મુક્યા હતા.

વિસ્મય શાહ જેલમાંથી છૂટ્યોઃ BMW થી ફંગોળી નાખ્યા હતા બે યુવાનોને

જૂનાગઢના દાતાર રોડ પર આવેલા કડિયાવાડ નજીક એક ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિ દટાયા હોવાની આશંકા હતી. જેને પગલે લોકોમાં રીતસર અપરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય સંજય કોરડિયા પણ અહીં આવી પહોંચ્યા હતા. કાટમાળને હટાવવામાં સ્થળ પર વિલંબ થઈ રહ્યો હતો. જેસીબી ચાલક સહિત સ્થળ પર હાજર મનપાના કમિશરને પણ સંજય કોરડિયાએ આડેહાથ લઈ લીધા હતા. બંને વચ્ચે સ્થળ પરની રેસ્ક્યુની કામગીરીને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. ધારાસભ્યએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તમે જલસા કરો અમે કામગીરી સંભાળી લઈશું. મામલો એવો બીચક્યો હતો કે આખરે સ્થળ પર કલેક્ટર પણ આવી ગયા હતા અને તેમણે મધ્યસ્થી કરીને ધારાસભ્યને પાછા વાળ્યા હતા. જોકે સમગ્ર મામલાને લઈને કમિશનરે બોલવાનું ટાળ્યું છે. તેમણે મૌનને સાથી બનાવ્યું છે.

આ તરફ સમગ્ર ઘટનાને લઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ એક પણ જીવ બચી શક્યો ન્હોતો. સાંજ સુધીમાં એક પછી એક ચાર વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT