જૂનાગઢમાં ભારે પવનથી ફંગોળાઈને 6 વર્ષની બાળકી કેનાલમાં ખાબકી, બચાવવા ગયેલો ભાઈ પણ ડૂબ્યો
જૂનાગઢ: ગુજરાતના પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે, ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં જૂનાગઢના માંગરોળમાં ભારે પવનથી એક બાળકી…
ADVERTISEMENT
જૂનાગઢ: ગુજરાતના પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે, ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. એવામાં જૂનાગઢના માંગરોળમાં ભારે પવનથી એક બાળકી ફંગોળાઈને કેનાલમાં ખાબકી હતી, તેને બચાવવા માટે પાછળ કૂદી ગયેલો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ બંને બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારે પરિવાર બાળકોના મોતથી શોકમાં ગરકાવ થઈ ગયો છે.
પિતરાઈ ભાઈ-બહેન શાળા માટે રમવા માટે ગયા હતા
વિગતો મુજબ, માંગરોળના શેખપુર ગામમાં બંને પિતરાઈ ભાઈ-બહેન શાળાએ રમવા માટે ગયા હતા. શાળા પાસે કેનાલ છે ત્યાં ઊભેલી 6 વર્ષની કૌશર ખેબર નામની બાળકી ભારે પવન ફૂંકાતા અંદર પડી ગઈ હતી. તેની સાથે રહેલો પિતરાઈ ભાઈ અરશદ પણ તેને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે બંને ભાઈ-બહેન કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
બાળકોને શોધતા કેનાલમાં તરતા મૃતદેહ મળ્યા
પરિવારજનોએ જ્યારે બાળકોની શોધખોળ આદરી ત્યારે તેમના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. ત્યારે આવા દ્રશ્યો જોઈને પરિવારજનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારજનોએ બાળકોના ડૂબી જવા અંગે માંગરોળ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ત્યાં પહોંચીને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી દીધા હતા.
અગાઉ કચ્છમાં પણ દિવાલ પડતા બે બાળકો મોતને ભેટ્યા હતા
નોંધનીય છે કે, ગુજરાતમાં મંગળવારે મોરબીમાં પણ ભારે પવનના કારણે ચીમની પડતા સીરામિક ફેક્ટરીમાં કામ કરતી મહિલાનું મોત નિપજ્યું હતું. મોરબીમાં રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં ચીમની માથે પડતા મૂળ મધ્ય પ્રદેશની મહિલા રામકન્યાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે સોમવારે કચ્છમાં ભારે પવનથી દિવાલ પડી જતા બે બાળકોના તેના નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT