Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત
Junagadh Accident: સાતમ-આઠમના તહેવાર ટાણે જ જૂનાગઢમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કાર અને રીક્ષા વચ્ચેની ટક્કરથી રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં વંથલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
ADVERTISEMENT

સોમનાથ દાદાને દર્શન કરીને જતા નડ્યો અકસ્માત
વિગતો મુજબ, જૂનાગઢના વંથલી શાપુર રોડ પર કાર અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં શાપુરના 3 યુવકો રમણીક અખેચા, સમીર બલોચ અને પ્રવીણ મકવાણાનું કરુણ મોત થઈ ગયું હતું. ત્રણેય યુવાનો સોમનાથ દાદાના દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન કાર સાથે રીક્ષા અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનું છાપરું આખું નીકળી ગયું હતું. રોડ પર લોહીના ખોબચીયા ભરાઈ ગયા હતા. જન્માષ્ટમીના તહેવાર વચ્ચે જ અકસ્માતમાં યુવાનોના મોતથી પરિજનોમાં શોક છવાઈ ગયો હતો.
પોરબંદરના કુતિયાણામાં અકસ્માતથી 2 બાળકોના મોત
તો બીજી તરફ પોરબંદરમાં પણ કુતિયાણા ખાતે ડિવાઈડર સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના બની હતી. આ કારમાં 7 જેટલા લોકો સવાર હતા જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા હતા, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને ઈમરજન્સીમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા એકને રાજકોટ તથા એકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT