જૂનાગઢની સરદાર ગેટ ગેલેરીઃ 100 વર્ષ જુના ફોટોગ્રાફ્સ સહિતના આકર્ષણો
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ધરોહરને નજીકથી નિહાળવાની તક તો મળશે જ સાથે સાથે દરવાજાની રિસ્ટોરેશન પહેલાંની તેમજ જૂનાગઢ શહેરના અન્ય પ્રવાસન સ્થળોની માહિતી આપતી તસવીરો જોવા મળશે.…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ધરોહરને નજીકથી નિહાળવાની તક તો મળશે જ સાથે સાથે દરવાજાની રિસ્ટોરેશન પહેલાંની તેમજ જૂનાગઢ શહેરના અન્ય પ્રવાસન સ્થળોની માહિતી આપતી તસવીરો જોવા મળશે. આ ઉપરાંત અહીં ગેલેરીમાં લગાવેલ આશરે 100 વર્ષ જુના ફોટોગ્રાફની તસ્વીરી માહિતી જોઈ શકાય છે, જે આપણને જૂનાગઢ શહેરની હેરિટેજ વૉક કરવાનો અનુભવ પ્રાપ્ત કરાવે છે.
IPS Transfer: ગુજરાતમાં 70 પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરના થયા ઓર્ડર, જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ
શહેર દર્શન સાથે ઉપરકોટની વર્ચ્યુઅલ ટુર
જૂનાગઢ અને ગુજરાત રાજ્યનો બેનમૂન સુરક્ષા ધરાવતો ઐતિહાસિક એવો ઉપરકોટ કિલ્લો ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રિનોવેશન કરવામાં આવ્યો છે. જેની એક વર્ચ્યુઅલ ટૂરનો વીડિયો પણ અહીં રજુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે જૂનાગઢ શહેરમાં કળા પ્રત્યે લોકો વધુને વધું આકર્ષાય તેમજ તેમની કળા ઉજાગર થાય તે હેતુસર એક ચિત્ર/ફોટો આર્ટ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ કલાકારો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો/પેઇન્ટિંગ/ડ્રોઈંગ અને ફોટોગ્રાફ્સને દર્શાવતી ગેલેરીનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢના ખ્યાતનામ ચિત્રકારો અને ફોટોગ્રાફર્સનો બહોળો ફાળો રહ્યો છે. આ બધું જ અહીં એકસાથે નિહાળી શકાય અને માણી શકાય તે માટેનું આયોજન સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ના સહયોગ સાથે આ સરદાર પટેલ દરવાજામાં કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT