Junagadh: SOG પોલીસના તોડકાંડમાં ATSને સોંપાઈ તપાસ, ASI, PI અને CPI સામે નોંધાયો ગુનો
જૂનાગઢ SOGએ કેરળના વેપારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને પૈસાની માંગણી કરી. વેપારીએ જૂનાગઢના રેન્જ IG સમક્ષ લેખિત ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. જૂનાગઢ SOGના…
ADVERTISEMENT
- જૂનાગઢ SOGએ કેરળના વેપારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને પૈસાની માંગણી કરી.
- વેપારીએ જૂનાગઢના રેન્જ IG સમક્ષ લેખિત ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો.
- જૂનાગઢ SOGના PI ગોહિલ અને ASI જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
Junagadh News: જૂનાગઢ પોલીસની ખાખીને અઠવાડિયામાં બીજી વખત ડાઘ લાગ્યા છે. હાલમાં જ કસ્ટોડિયલ ટોર્ચરમાં અમદાવાદના યુવકનું મોત થઈ ગયું. ત્યારે હવે જૂનાગઢમાં ASI અને બે PI સામે તોડકાંડના આરોપમાં પગલા લેવાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ નકલી દસ્તાવેજોથી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને તેને ખોલવા માટે પૈસાની ખોટી રીતે ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસકર્મીઓ સામે ATSને તપાસ સોંપવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ સામે તોડ કરવાનો આરોપ
વિગતો મુજબ, કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. આ મામલે તેણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો. જે માણાવદરના CPI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
IG ઓફિસના શક્તિસિંગ ગોહિલ દ્વારા આ મામલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આશંકા છે કે આરોપી પોલીસકર્મીઓ દ્વારા એકાઉન્ટ હેક કરીને આ પ્રકારે બેંકની વિગતો મેળવવામાં આવી હોય. જેને લઈને ATSને પોલીસના તોડકાંડ મામલે તપાસ સોંપવામાં આવી છે. ગેરકાયદેસર મંડળી બનાવીને પૈસા પડાવવા મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ IPCની કલમ 167, 467 સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રેન્જ IGએ તપાસ કરવતા ભાંડો ફૂટ્યો
આ મામલે જૂનાગઢના રેન્જ IG નિલેશ જાજડિયા માહિતી આપવામાં આવી હતી કે, થોડા દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને લેખિત રજૂઆત આપી હતી. તેમનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG શાખા દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસાની માગણી કરવામાં આવી. તેમની રજૂઆતની તપાસ કરતા વધુ 32 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું. જે ગુનાહિત પ્રવૃત્તિ જણાતા તાત્કાલિક ગુનામાં સંડોવાયેલા ASI દીપક જાની અને PI અરવિંદ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલે વધુ તપાસ કરતા 335થી પણ વધુ એકાઉન્ટ ફ્રીઝ કરેલા હોવાનું સામે આવ્યું.
રેન્જ IG નિલેશ જાજડિયાએ જણાવ્યું કે, આ ગુનામાં થોડા સમય પહેલા જ અમદાવાદથી ટ્રાન્સફર થઈને આવેલા માણાવદરના CPI તરલ ભટ્ટ બેંક સહિતની પોલીસકર્મીઓને પૂરી પાડતા હતા. આથી કૌભાંડમાં હજુ ઘણા લોકો અને હેકિંગની સંડોવણી હોવાથી તપાસ ATSને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
(ભાર્ગવી જોશી, જૂનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT