વડોદરાનો જોશી પરિવાર પરત ફર્યો, બાળકોએ આત્મહત્યા ન કરવા સમજાવ્યા અને…
વડોદરા : શહેરના ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ચોકડી પર રહેતા કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા. આ…
ADVERTISEMENT
વડોદરા : શહેરના ડભોઇ રોડ પર આવેલા કપુરાઇ ચોકડી પર રહેતા કાન્હા આઇકોનમાં રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે રહસ્યમય રીતે ગુમ થઇ ગયા હતા. આ ઉપરાંત તેમના આત્મહત્યા કરવા જઇ રહ્યા હોવાનો ઉળ્લેખ કરતા પત્ર પણ મળ્યો હતો અને તેમાં કેટલાક લોકોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. જો કે 19 દિવસ બાદ આ પરિવાર અચાનક પોતાના ઘરે પરત ફરતા આખરે પરિવાર અને પોલીસ સૌકોઇ લોકોએ હાશકારો લીધો હતો. આ પરિવારે અમદાવાદ અને દિલ્હીમાં ભીખ માંગીને ગુજરાન ચલાવ્યું હતું.
મકાન પર લોનના નામે છેતરપિંડી થયાનો આરોપ
આ અંગે રાહુલભાઇ જોશીએ જણાવ્યું કે, મકાન પર લોનના નામે અમારી સાથે ઠગાઇ થઇ હતી. જેથી મારે મારા બાળકો અને પરિવાર સાથે આત્મહત્યાના ઇરાદે નિકળ્યા હતા. અમે અમદાવાદથી દિલ્હી ગયા હતા.અમે રેલવે સ્ટેશન પર ભીખ માંગીને આટલા દિવસ સુધી ગુજરાન ચલાવ્યું હતું. જો કે અમારા પરિવારના લોકોની વિડિયો ક્લિપ જોયા બાદ તેઓની પરેશાની જોઇને અમે પરત ફર્યા હતા.પરિવારે પણ જણાવ્યું કે, મહેનત કરીને દેવું ઉતારી દઇશું પરંતુ આત્મહત્યા ન કરવી જોઇએ તેવું મારા સંતાનોએ પણ મને સમજાવ્યું અને અમે આખરે પરત ફરી ગયા હતા.
પોતાના મોત માટે આટલા લોકોને જવાબદાર ઠેરવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રમાં પરિવારે ઉલ્લેખ કર્યો હતો કે, અમારા મોત માટે નિરવ ભુવા, રાહુલ ભુવા, બિટ્ટુ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે. પોલીસે મકાનમાંથી શિક્ષખ પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા પરિવારને શોધી કાઢવા માટે ચાર ટીમ બનાવીને તપાસ ચલાવાઇ રહી હતી. જો કે પોલીસ કોઇ પગેરૂ શોધી શકી નહોતી અને પરિવાર પોતે જ પરત ફર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT