ધોરણ 10થી 12નાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમને અપગ્રેડ કરાયો! જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. હવેથી આ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓને…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. હવેથી આ વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ આપવામાં આવશે. જેનું ચાલુ વર્ષથી જ શિક્ષણ આપવાનું શરૂ કરી દેવાશે તથા જાહેર કરાયેલા 13 વિષયોમાંથી બાળકો કોઈપણ વિષયને પસંદ કરી શકે છે. 589 શાળાઓમાં વોકેશનલ વિષયોનો પણ ઉમેરો કરાયો છે.
શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ આપવા ટકોર
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે વ્યવસાય અંગે તાલિમ મળી રહે એના માટે જણાવ્યુ હતું. જીતુ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે શૈક્ષણિક સત્ર વર્ષ 2022 દરમિયાન રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અલગ-અલગ એવા 13 ટ્રેડમાં વોકેશનલ વિષયો ઉમેરાયા છે. આનાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્યને સારી દિશા મળશે.
શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૨માં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ૫૮૯ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી-અનુદાનિત શાળાઓમા જુદાજુદા ૧૩ ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામા આવેલ છે.
આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો મળી રહેશે. pic.twitter.com/nGJpGyMpsQ
— Jitu Vaghani (@jitu_vaghani) August 2, 2022
ADVERTISEMENT
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખેતી, સિવણ કામ, વણાટ કામ, મિસ્ત્રી કામ, ઓટોમોટિવ, બ્યૂટિ અને વેલનેસ, બેન્કિંગ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લમ્બર, છૂટક વ્યાપાર, રમતગમત શારીરિક શિક્ષણ, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી, આરોગ્ય જેવા વોકેશનલ વિષયોનો ઉમેરો કર્યો છે.
ADVERTISEMENT