વાયદાના વાઘાણી: 16 સોમવારના વ્રતથી તો મહાદેવ મળે પણ શિક્ષણમંત્રી નથી મળતા
ગાંધીનગર : રાજ્યમાં હવેચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ અલગ અલગ માંગણીઓ એવી રીતે ઉઠી રહી છે જેમ કાળીચૌદશ આવેને ભુખી ભુતાવળની જેમ બેઠી…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યમાં હવેચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ અલગ અલગ માંગણીઓ એવી રીતે ઉઠી રહી છે જેમ કાળીચૌદશ આવેને ભુખી ભુતાવળની જેમ બેઠી થઇ રહી છે. તેવામાં વર્ષોથી વિદ્યાસહાયકોની માંગ કરી રહેલા અનેક ઉમેદવારો દર સોમવારે જ્યારે મંત્રીને રજુઆત કરવા માટે જવાનો દિવસ હોય છે. આ દિવસે જીતુ વાઘાણીની ચેમ્બરની બહાર બીજુ કોઇ હોય કે ન હોય પરંતુ વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગ કરી રહેલા ઉમેદવારો અચુક હોય છે. આ આગેવાનોના ચપ્પલ અહીં આવી આવીને ઘસાઇ ચુક્યાં છે.
પટાવાળાથી માંડી અધિકારીઓ હવે નામજોગ ઓળખે છે
સ્થિતિ એવી છે કે, અહીં પટાવાળાથી માંડીને તમામ સ્ટાફ આ લોકોને નામથી ઓળખે છે. આ લોકો પણ એક છાને ખુણે આ યુવાનો તરફ દિલાસોજી છે પરંતુ તેઓ કાંઇ પણ કરી શકે તેમ નથી. નેતાજી દર સોમવારે હસતું મોઢુ રાખીને એકની એક રજુઆત સાંભળે છે અને પછી તે જ ગોખેલો સરકારી જવાબ આપી રહ્યા છે. આ ઘટના છેલ્લા 20 સોમવારથી બની રહી છે. 16 સોમવારનું વ્રત કરો તો મહાદેવ મળી જાય પણ આ ઉમેદવારોને નોકરીનો સાચો જવાબ પણ નથી મળી રહ્યો. જેના પરથી આ ભાજપ સરકાર હવે ભગવાનથી પણ મોટી બની ચુકી છે તેવું ઉમેદવારોનું માનવું છે.
વિદ્યાસહાયકોને સાંત્વના સિવાય કાંઇ નથી મળતું
નવી સરકારની રચના થઇ કે, તત્કાલ મોટી જાહેરાતો થવા લાગી હતી. જે પૈકીની એક જાહેરાત શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પણ કરી હતી. વિદ્યા સહાયકો માટે 3300 ની ભરતી કરાશે. જો કે આમાં કંઇ પણ અમલ નથી થયો.જો કે હવે ઉમેદવારોની માંગ છે કે, ભરતી તો કરો જ સાથે જગ્યા પણ ખુબ જ ફાજલ પડી છે તેમાં વધારો કરીને ભરતી કરવામાં આવે. જો કે મંત્રીશ્રી એવો જ સરકારી જવાબ મળી રહ્યો છે. દર સોમવારે આ ઉમેદવારો મંદિરે જાય કે ન જાય પરંતુ લોટો ચડાવવા માટે સ્વર્ણિમ સંકુલ જરૂર પહોંચી જાય છે.
ADVERTISEMENT
આંદોલન સમેટવા લોલીપોપ આપી દીધી હવે દર મુલાકાતે સરકારી જવાબ
આંદોલન સાથે ટેટ પાસ ઉમેદવાર રસ્તા પર આવી ગયા હતા. સ્વર્ણિમ પાર્ક ખાતે એકાએક ટોળા સ્વરૂપે આવી વિરોધપ્રદર્શન કરવા તેમજ સચિવાલય બહાર એકાએક ધરણા પ્રદર્શન શરૂ થઇ જતા સચિવાલયના દરવાજા બંધ કરી દેવા પડ્યાં હતા. 42 દિવસના આંદોલન બાદ જિતુ વાઘાણી અને આરસી મકવાણાએ મધ્યસ્થી દ્વારા આંદોલન સમેટી લેવા ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન ઉમેદવારોને બાંહેધરી અપાઇ કે એકવાર આંદોલન સમેટાયા બાદ તબક્કાવાર જગ્યા વધારાશે.
ADVERTISEMENT