ચૂંટણીની આગલી રાતે આપણા ત્યાં 2 હજારની ગુલાબી નોટ લઈને આવશેઃ જીગ્નેશ મેવાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડગામઃ જીગ્નેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે ત્યારે મજાદર ખાતે તેમણે જાહેર સભા સંબોધી હતી. દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીની આગલી રાત્રે તેઓ રુપિયા 2 હજારની ગુલાબી નોટ લઈને આવશે જે આપણી પાસેથી જ લૂંટ્યા છે તો તેનો નાનકડો ટૂકડો લઈને, મજાદરમાં આવશે ત્યારે તમારે કહેવાનું છે કે બે ટંકના રોટલા માટે તકલીફ પડે છે પણ તમારા 2 હજારની નોટ ખાતર અમે અમારી આબરુ અને આત્મસમ્માન દાવ પર મુકવાના નથી.

કમળનું બટન દબાવો અને 3 હજારનો ડબ્બો 5 હજારમાં લેવાની તૈયારી રાખોઃ મેવાણી
અહીં જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, જીગ્નેશ મેવાણીના ભવિષ્યમાં નહીં પરંતુ તમારા સંતાનોના ભવિષ્ય પર ફેંસલો થશે. આ દેશ મોદી અને અમિત શાહની કોમવાદી રાજનીતિની પર આગળ વધશે કે શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરના સપના પુરા કરવાની દીશા પર આગળ વધશે તે તમારે નક્કી કરવાનું છે. આ ભાજપ સરકારે ચિત્ર એકદમ સાફ કરી આપ્યું છે, દીવા જેવું સ્પષ્ટ છે કે કમળનું બટન દબાવો અને 1 વર્ષ પછી 3 હજારનો ડબ્બો 5 હજારમાં લેવાની તૈયારી રાખો, કમળનું બટન દબાવો અને 1100નો ગેસનો બાટલો 1500, 2000માં ખરીદવાની તૈયારી રાખો. 6000 સરકારી શાળાઓ બંધ કરી બીજી 20 હજાર સરકારી શાળાઓ બંધ કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT