જયસુખ પટેલને કરમની સજા મળી રહી છે? માનસિક સ્થિતિ ખરાબ થતા મનોચિકિત્સા વિભાગમાં ખસેડાયો
રાજકોટ : MORBI માં 30 ઓક્ટોબરે મોરબીના ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અધિકારીક રીતે 135 લોકોનાં મોત નિપજ્યા હતા. પુલ તુટ્યા બાદ ફરાર…
ADVERTISEMENT
રાજકોટ : MORBI માં 30 ઓક્ટોબરે મોરબીના ઝુલતો બ્રિજ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અધિકારીક રીતે 135 લોકોનાં મોત નિપજ્યા હતા. પુલ તુટ્યા બાદ ફરાર જયસુખ પટેલ આ વર્ષે જાન્યુઆરીમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તે જેલમાં જ છે. જો કે જેલમાં હાઇબ્લડ પ્રેશર બાદ પટેલને મોરબીની જ સરકારી હોસ્પિટલમાં 1 એપ્રીલે લઇ જવાયો હતો. ત્યાર બાદ તેને સોમવારે નિયમિત તપાસ માટે મોરબીની રાજ્ય સરકાર દ્વારા સંચાલિક જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને મનોરોગના વિભાગમાં વિશેષ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તે લગભગ 45 મિનિટ તેની સારવાર ચાલી હતી. તેની તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક સારવાર બાદ તેને માનસિક સારવાર વિભાગમાં ટ્રાન્સફર કરી દેવાયો
હોસ્પિટલના અધીક્ષક ડૉ. પ્રદીપ દુધરેજિયાએ જણાવ્યું કે, તેને ઓપીડીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. તપાસ અને સારવાર કરનારા મનોચિકિત્સકોએ સલાહ આપી છે કે તેની સારવારનો ખુલાસો કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે તે સ્પષ્ટ છે કે, બિમાર થશે તો તેની સારવાર તો કરવી જ પડશે. મોરબી જિલ્લા જેલના અધીક્ષક ડીએમ ગોહીલે જણઆવ્યું કે, પટેલને 1 એપ્રીલે હાઇબ્લડ પ્રેશરના કારણે તેને હોસ્પિટલ ખાતે લવાયો હતો. ત્યારે ડોક્ટરોએ મનોચિકિત્સકની સલાહ લેવા માટેની સલાહ આપી હતી. જો કે શનિવારે હોસ્પિટલમાં મનોરોજ વિશેષજ્ઞ હાજર નહોતા. એટલા માટે પટેલને સોમવારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
ઓરેવા ગ્રુપના એમડી આ પુલની સારસંભાળ કરનારા કંપનીનો એમડી મુખ્ય આરોપી
અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખ પટેલ ઓરેવા ગ્રુપના એમડી છે. તેની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ મુખ્ય કંપની છે. આ પુલના સંચાલન અને સારસંભાળની જવાબદારી ઓરેવા પાસે હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પુલ ખુલ્લો મુકાયાના મહિનાની અંદર જ તુટી પડ્યો હતો. જેના કારણે ઓરેવા કંપનીને મુખ્ય આરોપી બનાવવામાં આવી. કંપનીના એમડીની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના બાદ જયસુખ પટેલ બે મહિના સુધી ફરાર રહ્યા બાદ આખરે આત્મસમર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT