જયરાજસિંહનું રીબડામાં શક્તિ પ્રદર્શન, રીબડામાં હવે કોઇની દાદાગીરી નહી ચાલે

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : જિલ્લાના રીબડા ગામે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે. રીબડા ખાતે યોજાનારા પાટીદાર મહાસંમેલનમાં ધારાસભ્યો અને સાંસદો સહિત રાજકોટ જિલ્લાના ભાજપના તમામ અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ટીમ ગણેશ અને જય સરદાર ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન

રાજકોટના રીબડામાં ગોંડલની ટીમ ગણેશ અને જય સરદાર યુવા ગ્રુપ દ્વારા લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ પાટીદાર સમાજના સંમેલનમાં જયરાજસિંહ જુથે સમર્થન આપ્યું હતું. આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહના દિકરા ગણેશનું નામ હતું. અનિરુદ્ધસિંહના ગઢ રીબડામાં સંમેલનથી રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જયરાજસિંહ દ્વારા ફરીએકવાર અનિરુદ્ધસિંહ જુથ વચ્ચે શક્તિ પ્રદર્શન છે. સંમેલન બાદ ગોંડલ-રીબડામાં નવા જુની થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમીનની લે-વેચ બાબતે રીબડાના અનિરુદ્ધસિંહ દ્વારા દાદાગીરી કરાતી હોવાનો ગંક્ષીર આક્ષેપ થઇ ચુક્યા છે.

લુખ્ખાઓ ગમે ત્યારે આવીને જમીન લખાવી લેતા હતા

રીબડા ખાતે યોજાયેલા લેઉવા પટેલ સમાજના મહાસંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, લેઉવા પટેલનું સંમેલન છે. 18 વર્ણના લોકો ઉમટ્યા છે. પહેલા અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પુરી થતી હોવાની વાત સાંભળી હતી. જો કે હવે તે વાત ભુંસાઇ ચુકી છે. ચૂંટણીને 5 દિવસની વાર હતી. ત્યારે એક દીકરીની જમીન 4 લુખ્ખાઓએ લખાવી લીધી હતી. 2012 માં 1.5 કરોડની દસ્તાવેજની જમીન પરત અપાવી હતી. અહીં લુખ્ખાઓ જમીનો લખાવી લેતા હતા.

ADVERTISEMENT

રીબડામાં કોઇની ગુંડાગીરી નહી ચલાવી લેવામાં આવે

અનિરુદ્ધસિંહ જાડેજા સામે રાજકીય તલવાર ખેંચતા જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, જયરાજસિંહનો ઇશારો હતો કે તમને કોંગ્રેસ પણ નહી સંઘરે. જયરાજસિંહે દાવો કર્યો કે, હું કેશુબાપુના રસ્તે ચાલુ છું. રીબડામાં ગુંડાગીરી નહીચાલવા દઇએ. અહીં 1 કરોડ રૂપિયાની જમીન વેચાતી હતી. શાંતિ સ્થપાયા બાદ 3 કરોડ રૂપિયામાં વેચાઇ રહી છે. હવે રીબડામાં કોઇનો ભય નથી. હું મારી ફરજ ક્યારે પણ નહી ચુકું. જો કોઇ ચાળો કરવાનો પ્રયાસ કરે તો અમે તેને તેની જ ભાષામાં જવાબ આપીશું.

    follow whatsapp

    ADVERTISEMENT