જયનારાયણ વ્યાસે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો, ચંદનજી માટે માંગ્યા મત
પાટણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે નેતાઓની આવન જાવનમાં વધારો થઇ રહ્યો છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ ભાજપમાંથી…
ADVERTISEMENT
પાટણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે નેતાઓની આવન જાવનમાં વધારો થઇ રહ્યો છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપનારા જયનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવારો માટે મત માંગ્યા છે. ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે મત માંગ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે કર્યો પ્રચાર
સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં આજે વામૈયા ગામમાં તેમની સભા યોજાઇ હતી. આ સભાની સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, ભાજપમાંથી રાજીનામું આપનારા જયનારાયણ વ્યાસ ન માત્ર કોંગ્રેસી ઉમેદવારની સભામાં હાજર રહ્યા હતા પરંતુ તેમના માટે મત્ત પણ માંગ્યા હતા. આ ઘટનાક્રમ સાથે ફરી એકવાર રાજકીય ચર્ચામાં ગરમાવો આવ્યો છે.
સિદ્ધપુર બેઠકો પર રાજકીય વળાંક જોવાઇ રહ્યો છે
વિધાનસભા ચૂંટણીને ખુબ જ ટુંકો ગાળો બાકી રહ્યો છે. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવાઇ રહ્યો છે. જયનારાયણ વ્યાસ સિદ્ધપુર પાટણમાં મજબુત પકડ ધરાવતા નેતા છે. જય નારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા. થોડા સમય અગાઉ તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું પણ આપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT