‘પુખ્ત વયના સંતાનો મા-બાપની ખરીદેલી મિલકત નથી’, જય વસાવડા પ્રેમ લગ્નમાં વાલીની ફરજિયાત સંમતિના વિરોધમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મહેસાણામાં તાજેતરમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે સ્ટેજ પરથી પ્રેમ લગ્ન માતા-પિતાની મરજીથી થાય તે પ્રકારનું નિવેદન આપ્યું હતું. જે બાદ ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં હવે પ્રેમ લગ્ન કરવા માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત થઈ શકે છે. આ વચ્ચે જાણીતા લેખક જય વસાવડાએ ટ્વીટ કરીને સરકાર સાથે લોકોના વિચારો પર કટાક્ષ કર્યો છે અને તેને તાલિબાની વિચારો સાથે સરખાવ્યા છે.

જય વસાવડાએ ટ્વીટ કરીને શું કહ્યું?

જય વસાવડાએ ટ્વીટ કર્યું કે, એવા સમાચાર વાંચ્યા કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની સંમતિ ફરજિયાત એવી માંગ ગુજરાતમાં ઉઠતા સરકાર પણ એના પર વિચાર કરી રહી છે. સરકારની ખબર નથી પણ આવી માંગ કરનારા તાલિબાની કોપીકેટ હોય છે ખરા. સારું છે આવા વાહિયાતને હાસ્યાસ્પદ સંકુચિતો ભારતમાં પહેલા નહોતા. બાકી દક્ષ પ્રજાપતિના મંદિર બનાવીને મહાદેવનો વિરોધ કરી દેતા હોત ને શ્રીકૃષ્ણના પટરાણી રુક્મિણીને અમાન્ય ઠરાવવા બેસતા હોત 😜.

ટ્વીટમાં આગળ લખ્યું છે, પુખ્ત વયના સંતાનો મા-બાપની ખરીદેલી મિલકત નથી, એટલે સાદી વાત જડસુઓ સમજતા નથી હોતા. લવ મેરેજના નામ માત્રથી એમને એલર્જી હોય છે. પ્રાચીન ભારતમાં ક્યાંય આવી વાત નથી. બંધારણના અને આઝાદીના ઘડવૈયા તો આજના આધુનિક સમાજમાં જીવતા નહોતા. આજીવન ધોતિયું પહેરીને ફરનારા લોકોએ પણ આવા બકવાસ કાયદા બનાવ્યા નહિ કારણ કે એમના વિચારો પ્રોગ્રેસિવ હતા. કનૈયાલાલ મુનશીથી એસ. જયશંકર સુધીના લવ મેરેજ કરનારા આગેવાનો ગુજરાતનું પ્રતિનધિત્વ કરી ચુક્યા છે. માત્ર મમ્મી-પપ્પાના રિમોટ કંટ્રોલથી નવી પેઢી ચલાવવા જાવ તો ટેલેન્ટનું ક્રીમ તક મળે પરદેશ ભાગે ને નવા સાહસનો આઝાદ મિજાજ પ્રગટે જ નહિ.

ADVERTISEMENT

કોંગ્રેસ નેતાએ સરકારનું સમર્થન કર્યું

તો બીજી તરફ કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલા સરકારના આ નિર્ણયના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ટ્વીટ કરીને આ વિધાનસભામાં જો આ બિલ આવશે તો તેને સમર્થન આપવાની વાત કરી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

રવિવારે મુખ્યમંત્રી મહેસાણામાં આયોજીત પાટીદાર સમાજનાં એક વિશાળ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. SPG ના બેનર હેઠળ આયોજીત સ્નેહમિલક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અહીં પાટીદાર સમાજનો લાંબા સમયથી પડતર પ્રેમ લગ્નનો પ્રશ્નનું સંધાન લીધું હતું.

મુખ્યમંત્રીએ બાંહેધરી આપતા જણાવ્યું કે, બંધારણને કોઇ નુકસાન ન પહોંચે તે પ્રકારે માતા-પિતાની મરજીથી લગ્ન થાય તે પ્રકારનું કોઇ પ્રકારનું કોઇ આયોજન કરવા માટે પ્રયાસ કરીશું. હાલ અમે આ અંગે વિચારી રહ્યા છીએ. યોગ્ય રીતે વચ્ચેનો રસ્તો નિકળે તેવો પ્રયાસ કરીશું. જેથી બંધારણની મુળ ભાવના પણ સચવાઇ રહે અને નાગરિકોની પણ માંગ પણ સંતોષાય તેવો પ્રયાસ કરીશું.

    follow whatsapp

    ADVERTISEMENT