જન્માષ્ટમીના મેળાની મોજ બગાડશે મેહુલિયો? અંબાલાલ પટેલે કરી ઘાતાક આગાહી; જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ

ADVERTISEMENT

Ambalal Patel Rain Forecast
મેળાની મોજ પર પાણી ફરી વળશે?
social share
google news

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં આમ તો વરસાદ લાવનારી સિસ્ટમ નબળી પડી ગઈ હોવાથી તેનું જોર ઘટ્યું છે, જેના કારણે છેલ્લા 3-4 દિવસથી સાર્વત્રિક વરસાદ પડતો નથી અને જે જિલ્લામાં વરસાદ પડે છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળતો નથી. હાલમાં તો વરસાદી ઝાપટાં અને છૂટાછવાયા વરસાદની વચ્ચે ક્યાંક વરાપની સ્થિતિ પણ સર્જાય છે આ દરમિયાન કેટલાક હવામાન નિષ્ણાંતો (Weather expert)એ એવી આગાહી કરી છે કે આગામી 15 ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની ભારે આગાહી સામે આવી છે.

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટોઃ અંબાલાલ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવતીકાલથી ગુજરાતમાં વરસાદી ઝાંપટા વધી શકે છે.  15મી ઓગસ્ટથી એટમોસ્ફેરીક વેવ મહાસાગરમાં સક્રિય થશે. જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે, જે સિસ્ટમોને કારણે સારો ભારે વરસાદ આવવાની શક્યતાઓ રહેશે. 

આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

તેમણે જણાવ્યું કે, જેના કારણે તારીખ 17થી 25 ઓગસ્ટ દરમિયાન દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે ઝાંપટા પડી શકે છે. કેટલાકભાગોમાં હળવો વરસાદ શઈ શકે છે. 

ADVERTISEMENT

જન્માષ્ટમી પર કેવો રહેશે માહોલ?

ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાંપટાની શક્યતા છે. તારીખ 17થી 24 ચોમાસું થોડું વધારે સક્રિય રહેશે. આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, તો સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળા પણ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીનાં દિવસે હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદી માહોલ છવાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT