જામનગરના વેપારીએ અગવડને અવસરમાં બદલી, 2000ની નોટ આપો અને 2100ની વસ્તુ ખરીદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: RBI દ્વારા તાજેતરમાં જ રૂ.2000ની નોટ પરત ખેંચવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને બેંકમાં જઈને રૂ.2000ની ચલણી નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે લોકો બેંકની લાઈનોમાં ઊભા રહેવાના બદલે તેને વાપરવાનું જ પસંદ કરી રહ્યા છે. પરંતુ ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ, જ્વેલર્સ 2000ની નોટ ન લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. આ વચ્ચે જામનગરમાં એક વેપારીએ આ અગવડને અવસરમાં પલટી નાખી છે.

2000ની ખરીદી પર 100ની વસ્તુ મફત
જામનગરમાં જાણીતા શીખંડ સમ્રાટ મીઠાઈવાળાએ 2000ની નોટ સ્વીકારવા માટે નવો આઈડિયા અપનાવ્યો છે. જે મુજબ આ દુકાનમાં 2000ની નમકીન અને મીઠાઈની ખરીદી કરનારને 100 રૂપિયાની વધારે વસ્તુ આપવામાં આવશે. એટલે કે 2000ની ખરીદી પર ગ્રાહકને 2100 રૂપિયાની વસ્તુ આપવામાં આવશે. ત્યારે દુકાનદારની જાહેરાતના પગલે નગરજનો પણ 2000ની નોટ લઈને ત્યાં ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે.

ADVERTISEMENT

સ્વિટ, ફરસાણ, શિખંડ તમામ વસ્તુ પર ઓફર
આ અંગે વેપારી અજય ચોટાઈએ કહ્યું કે, 2000ની નોટ બંધ થવા પર છે, તો અમે સ્કીમ બહાર પાડી છે કે, સ્વીટ, મિઠાઈ, ફરસાણ, ફાસ્ટફૂટ બધી વસ્તુ પર અમે 2000નો માલ લે એટલે 2100ની વસ્તુ આપીએ છીએ, 5 ટકા ડિસ્કાઉન્ટ થયું. ગ્રાહકને 2000ની નોટ વપરાઈ જાય. અત્યારે વેકેશનનો મહિનો છે. 800, 1000, 1200, 1500નો માલ ગ્રાહક લેવા એવા એના બદલે 500-700નો માલ વધારે.

    follow whatsapp

    ADVERTISEMENT