જામનગરઃ રિવાબા સામેના AAP ઉમેદવારના ધરણા, ‘બેનર કેમ હટાવી દો છો’
જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલીક બેઠકો પર સતત લોકોની નજર મંડાયેલી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી જ્યાંથી ચૂંટણી લડવાના છે તે ઘાટલોડિયા બેઠક પણ છે,…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલીક બેઠકો પર સતત લોકોની નજર મંડાયેલી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી જ્યાંથી ચૂંટણી લડવાના છે તે ઘાટલોડિયા બેઠક પણ છે, રાજકીય ધમાસાણ મચાવનારી, કુતિયાણા, વાઘોડિયા, વિરમગામ અને વડગામ સહિતની લાંબું લિસ્ટ ધરાવે છે તે પૈકીની જામનગર બેઠક પણ છે કે જ્યાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. હાલમાં જ જામનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધરણા પર બેસી ગયા હતા. તેમનો આરોપ હતો કે કેજરીવાલની સભા વખતે બેનર અને ઝંડાઓ કેમ ઉતરાવી લેવાય છે? તેના પ્રશ્નના જવાબને લઈને તેમણે ભારે ઉહાપોહ મચાવ્યો હતો.
જામનગરના ઉમેદવાર પહોંચ્યા સર્કિટ હાઉસ
જામનગરમાં આજે રવિવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો થવાનો હતો. રોડ શોના રૂટ પર આમ આદમી પાર્ટી દ્વારા હોર્ડિંગ્સ અને ઝંડીઓ લગાવવામાં આવી હતી. જોકે મહાનગરપાલિકા દ્વારા અહીં પણ હોર્ડિંગ્સ અને ઝંડીઓ દુર કરી દેવામાં આવી હતી. જામનગર ઉત્તર પર રિવાબા સામે ઊભેલા આપના ઉમેદવાર કરસન કરમુર આ મામલાને લઈને જવાબદાર અધિકારીને મળ્યા હતા અને ત્યાં જ સર્કિટ હાઉસ પર જ ધરણા પર બેસી ગયા હતા.
સુરતમાં પણ બન્યું હતું આવું
ઉલ્લેખનીય છે કે આવી જ બાબતમાં અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ સુરતમાં બાખડી પડ્યા હતા. અહીં સુધી કે મામલો એટલો આક્રમક બન્યો હતો કે પોલીસ સાથે પણ કાર્યકરોનું ઘર્ષણ થયું હતું. સુરતમાં પણ કેજરીવાલના રોડ શો દરમિયાન બેનર ઉતારી લેવાની કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT