તંત્રના ભરોસે કોણ રહે? જામનગરમાં લોકોએ કર્યું જાતે રેક્સ્યૂ, જુઓ દિલ ધડક Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ જામનગરમાં વિકાસની બધી જ ડંફાસો એક જ વરસાદમાં ઠેરની ઠેર થઈ ગઈ હતી. તંત્રની કામગીરીને વરસાદે માત્ર ગણતરીના કલાકોમાં છતી પાડી દીધી હતી. આ તરફ લોકોને ખુદ પોતાના સ્વજનોનું રેસ્ક્યૂ કરતા પણ જોવામાં આવ્યા હતા. આ ઘટના જામનગરના ધ્રોલ તાલુકાના રોજિયા ગામની છે જ્યાં ભારે વરસાદને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં લોકોને તંત્ર કરતા પોતાના જ જાતે કરાયેલી યુક્તિ પર વધુ ભરોસો દેખાતો હતો.

જૂનાગઢમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદઃ વિસાવદરમાં 14 ઈંચ સાથે મેઘરાજાનું વિકરાળ સ્વરૂપ

લોકોએ દોરડું બાધી મુસાફરોને પણ બચાવ્યા
જામનગરના ધ્રોલ તાલુકાના રોજિયા ગામના ગ્રામજનો પણ આ ભારે વરસાદ દરમિયાન આવવા-જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં ભારે વરસાદને કારણે ગામમાં જવાના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. અહીં પુલ પરથી પસાર થવા માટે સ્થાનિક ગ્રામજનોએ દોરડું બાંધીને અન્ય લોકોને બચાવ્યા હતા. તેમને પાણીમાં ડૂબતા બચાવવા માટે દોરડા બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. દોરડા બાંધીને ગ્રામજનો મુસાફરોને ડૂબતા બચાવી રહ્યા છે.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT